Site icon Revoi.in

હવે સ્પાઈસ જેટ 30 ઓક્ટોબરથી  એક માત્ર સિક્કીમ માટેની વિમાન સેવા કરશે બંધ

Social Share

દિલ્હીઃ-  સ્પાઈજેટ દેશના ઘણા ક્ષએત્રમાં પોતાની વિમાન સેવા પ્રદાન કરે છે,જો કે અત્યાર સુધી સિક્કીમ માટે માત્ર સ્પાઈસ જેટની જ ફ્લાઈટ હતી જે યાત્રીઓને સેવા આપી રહી હતી જો કે હવે સ્પાઈસ જેટે આ એક માત્ર વિમાન સેવા પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે આ નિર્ણયથી સિક્કીમમાં જવા માટે જે યાત્રીઓ ફ્લાઈટની પસંદગી કરતા હતા તેઓને ફટકો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે સિક્કીમ ચીનની સરહદ પર અડીને આવેલો પ્રદેશ છે,ચીન સરહદને અડીને આવેલા સિક્કિમના પાક્યોંગ એરપોર્ટથી ઓપરેટ થતી સ્પાઈસ જેટની એકમાત્ર ફ્લાઈટ પણ હવે બંધ થવા જઈ રહી છે. કંપનીએ એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખીને 30 ઓક્ટોબરથી તેની ફ્લાઈટ્સ બંધ કરવાના નિર્ણયની જાણકારી આપી છે.

પાક્યોંગ એરપોર્ટ સિક્કિમની રાજધાની ગંગટોકમાં આવેલું છે. તે દેશના સૌથી ઊંચા એરપોર્ટ પૈકીનું એક છે. સ્પાઈસ જેટે ‘ઉડે દેશ કા આમ નાગરિક’  હેઠળ અહીંથી ફ્લાઈટ્સ શરૂ કરી હતી. કંપની પ્રાદેશિક ફ્લાઇટના સંચાલનમાં અગ્રેસર છે, કેટલીક નાણાકીય અને અન્ય સમસ્યાઓના કારણે, કંપનીને હાલ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

વર્ષ 2018માં બનાવાયું હતું અહી એરપોર્ટ

 પાક્યોંગ એરપોર્ટ ભારત-ચીન બોર્ડરથી માત્ર 60 કિમી દૂર છે. આ દેશનું 100મું એરપોર્ટ હતું, જે ઉક્ત યોજના હેઠળ ફ્લાઈટ્સ માટે બનાવવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે પ્રદેશના લોકોની કનેક્ટિવિટી અને દેશ સાથે પ્રવાસનને વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. આ એરપોર્ટ 605 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. તે પાક્યોંગ ગામથી બે કિમી દૂર 4,500 ફૂટની ઊંચાઈ પર એક પહાડ પર સ્થિત છે.