Site icon Revoi.in

હવે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરમાં નહીં ભણાવી શકાય

Female student writing on blackboard

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ સેન્ટરોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીને કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે અને તેના માટે કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત કોચિંગ ક્લાસનું રજીસ્ટ્રેશન પણ રદ થઇ શકે છે.  

કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના વધતા સુસાઈડ કેસ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની દાદાગીરીને લઈને લીધા છે. દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંયધરી જેવી ગેરમાર્ગે દોરનારા વચનો આપીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે. 

(તસ્વીરઃ પ્રતિકાત્મક)