Site icon Revoi.in

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તેનો અભ્યાસક્રમ પણ જાહેર કરાયાનું જાણવા મળે છે. રાજ્યમાં ધો-6થી 12માં અભ્યાસ કરતા બાળકોને હવે ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા અનુસાર શ્રીમદ ભગવત ગીતાજીના સિદ્ધાંતો અને મુલ્યો બાળકોના જીવનમાં ઉતારવા માટે સ્કુલ અભ્યાસક્રમમાં તેને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો-6થી 8ના બાળકોને ગીતાજી અંગે અભ્યાસ કરાવવામાં આવશે અને તેની પરીક્ષા પણ લેવામાં આવશે. 2024ના નવા શૈક્ષણિત સત્રથી અભ્યાસમાં આવરી લેવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં ગીતાજીના ભાગ-1, 2 અને 3નું વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેની નીતિ અમલમાં મુકવામાં આવી છે. આગામી દિવસોમાં વકતૃત્વ સ્પર્ધા, શ્લોક ગાન અને ગીતાજી પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર અને સચિત્ર પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના પાયામાં ભગવત ગીતાજી છે.