Site icon Revoi.in

હવે નાટોમાં થશે સ્વિડનની સભ્યપદ તરીકે એન્ટ્રી – તુર્કીએ સ્વીડનના નાટો સભ્યપદને આપી મંજૂરી

Social Share

 

દિલ્હી -હવે સ્વિડન પણ નાટોનું સભ્યરદ બનવા જઈ  રહ્યું છે આ માટે તુર્કીએ સહમતિ દર્શાવી છે,જાણકારી પ્રમાણે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં નાટો સમિટની શરૂઆત પહેલા આ સમાચાર આવ્યા હતા.

નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે સોમવારે જણાવ્યું હતું કે તુર્કી સૈન્ય જોડાણમાં જોડાવાની સ્વીડનની બિડને સમર્થન આપવા સંમત થયું છે. લિથુઆનિયાના વિલ્નિયસમાં નાટો સમિટની પૂર્વસંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને અગાઉ કહ્યું હતું કે જો તેમનો દેશ યુરોપિયન યુનિયનમાં સ્વીકારવામાં આવે તો જ સ્વીડન જોડાણમાં સામેલ થઈ શકે છે. એક વર્ષથી વધુ સમયથી, એર્દોઆન નાટોમાં જોડાવાની સ્વીડનની બિડને અટકાવી રહ્યા હતા.

આ સમગ્ર બાબતને લઈને  નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે આજરોજ મંગળવારે સવારે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તુર્કી હવે નાટોમાં સ્વિડનની સભ્યપદનો વિરોધ કરશે નહીં. “સૌથી મહત્વની બાબત એ છે કે અમારી પાસે તુર્કીની મંજૂરીનો સ્પષ્ટ નિર્ણય છે,”

આથી વધુમાં સ્ટોલ્ટનબર્ગે કહ્યું. નાટોના મહાસચિવના જણાવ્યા અનુસાર, તુર્કી નાટોમાં નવા સભ્યને સામેલ કરવા માટે જરૂરી પ્રોટોકોલ સબમિટ કરવા માટે તૈયાર છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને સોમવારે નાટોના મહાસચિવ અને સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટેનસેન સાથે મુલાકાત કરી.આ મુલાકાત બાદ સ્ટોલ્ટનબર્ગે કહ્યું, “તે સ્વીડન માટે સારું છે, તે તુર્કી માટે સારું છે અને તે સમગ્ર નાટો અને બાલ્ટિક ક્ષેત્ર માટે પણ સારું છે.

તુર્કી નાટોમાં સ્વીડનના પ્રવેશ માટે સંમત થાય તે પહેલાં, યુએસએ તુર્કીને F-16 ફાઇટર જેટ આપવાનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ જો બાઈડેન અમેરિકી કોંગ્રેસની સલાહ લીધા બાદ અંકારાને F-16 ફાઈટર જેટ પ્રદાન કરશે.