Site icon Revoi.in

પશુઓ માટે દેશની પ્રથમ કોરોના વિરોધી વેક્સિન તૈયાર – શ્વાન પર કરાયું સફળ પરિક્ષણ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેટલાક સ્થળોએ પ્રાણીઓ પર ભૂતકાળમાં કોરોનાગ્રસ્ત થયા હતા જેને લઈને તેમના માચટે પણ કોરોના વિરોધી વેકિસિન પર કાર્ય કરવમાં આવ્યું હતું ,હવે પશુંઓ માટે પણ કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના હિસારમાં સ્થિત સેન્ટ્રલ હોર્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ માટે દેશની પ્રથમ કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે

પ્રાપ્ત માબહિતી પ્રમાણે આ પરિક્ષણ 23 આર્મી ડોગ્સ પર તેનું ટ્રાયલ સફળ રહ્યું છે. રસીકરણના 21 દિવસ પછી કૂતરાઓમાં કોરોના વાયરસ (કોવિડ-19) સામે એન્ટિબોડીઝ જોવા મળી હતી.

શ્વાન પરના સફળ ટ્રાયલ કર્યા બાદ હવે ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કના 15 સિંહો પર ટ્રાયલ ચાલી રહી છે, જેને ગુજરાત સરકારની સંજૂરી મળ્યા બાદ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરાવીને પશુઓનું પણ ટિકાકરણ કરાશે.

ઉલ્લેખીનય છે કે વાયરસ માણસોમાંથી પ્રાણીઓમાં અને પછી પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમિત થવાના ઘણા અભ્યાસો થયા છે. તેથી, પ્રાણીઓમાં પણ તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને રશિયાએ પણ રસી વિકસાવીને પ્રાણીઓને રસી આપવાનું શરૂ કર્યું છે. અમે આપણા દેશમાં પ્રાણીઓ માટે રસી તૈયાર કરવા માટે લાંબા સમયથી રોકાયેલા હતા. હવે સંસ્થાએ રસી તૈયાર કરીને પ્રારંભિક પરીક્ષણમાં સફળતા હાંસલ કરી છે. ડૉ.યશપાલ સિંહ, સેન્ટ્રલ ઇક્વિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હિસાર