હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ-નર્સની કેન્દ્ર કરશે મદદ – આ માટે ટૂંક સમયમાં લોંચ કરશે પોર્ટલ
- હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર અને નર્સને મળશે કેન્દ્રની મદદ
- આ માટે લોંચ કરાશે એક ખાસ પોર્ટલ
દિલ્હીઃ- ભારત સહિત વિશ્વભરમાં આરોગ્ય કર્મચારીઓની અછતને પહોંચી વળવા સરકાર ટૂંક સમયમાં હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા નામની પહેલ શરૂ કરવા જઇ રહી છે.
ભારતીકેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણનું કહેવું છે કે સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ સારા પરિણામ આપી રહી છે. છેલ્લા સાત વર્ષમાં 209 મેડિકલ કોલેજનો ઉમેરો થયો છે. આના કારણે એમબીબીએસમાં 75 ટકા rks PG સીટો વધીને 95 ટકા સુધી નોંધાઈ છે. ભારતીએ આંધ્રપ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
આ પહેલ આ અંતર્ગત ભારતના ડોક્ટરો, નર્સો અને ફાર્માસિસ્ટ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓ દેશની બહાર વિદેશમાં સારી રીતે પોતાની પ્રેક્ટિસ કરી શકશે. જેના માટે તેઓને સરકાર સંપૂર્ણ મદદ પણ કરશે. આ પોર્ટલ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે યુએસ જેવા દેશોમાં ડેન્ટિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની અછત છે, જ્યારે જર્મની, યુએસએ, સિંગાપોર, નેપાળ, ક્યુબા અને ઇઝરાયેલમાં નર્સિંગ સ્ટાફની ખૂબ જ અછત છે.
તે જ સમયે, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, ક્યુબા દેશોમાં ફિઝિયોથેરાપિસ્ટ અને અમેરિકા અને ઇઝરાયેલમાં રેડિયોલોજિસ્ટની માંગમાં વધારો છે. આ માંગને ધ્યાનમાં રાખીને સરકાર 15 ઓગસ્ટે પોર્ટલ લોન્ચ કરી શકે છે. જેમાં કોઈપણ સ્વાસ્થ્ય કાર્યકર જે કોઈપણ દેશમાં પ્રેક્ટિસ કરવા માંગે છે, તો તે તેની સંપૂર્ણ માહિતી આપી શકે છે.