1. Home
  2. ગુજરાતી
  3. દેશનો ત્રીજો સૌથી મોટો શોપિંગ મોલ બનશે ગુજરાતમાં – 3 હજાર કરોડના ખર્ચે આવતા વર્ષથી અમદાવાદ ખાતે નિર્માણ કાર્યનો થશે આરંભ
દેશનો ત્રીજો સૌથી મોટો શોપિંગ મોલ બનશે ગુજરાતમાં – 3 હજાર કરોડના ખર્ચે આવતા વર્ષથી અમદાવાદ ખાતે નિર્માણ કાર્યનો થશે આરંભ

દેશનો ત્રીજો સૌથી મોટો શોપિંગ મોલ બનશે ગુજરાતમાં – 3 હજાર કરોડના ખર્ચે આવતા વર્ષથી અમદાવાદ ખાતે નિર્માણ કાર્યનો થશે આરંભ

0
Social Share
  • હવે ગુજરાતમાં બનશે લુલુ મોલ
  • 3 હજાર કરોડના ખર્ચે અનદાવાદ ખાતે નિર્માણ પામશે

 

યુનાઈટેડ આરબ અમીરાત સ્થિત બિઝનેસમેન યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ હવે ગુજરાતમાં પોતાના પગ ફેલાવવા જઈ રહ્યું છે, આ કંપની રાજધાની અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની તૈયારીમાં છે.આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષની શરૂઆતમાં આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત યુએઈ રોડ શો દરમિયાન તાજેતરમાં લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 3,000 કરોડનું રોકાણ તેનું પરિણામ છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમદાવાદમાં દેશના સૌથી મોટા શોપિંગ મોલ માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. લુલુ ગ્રૂપના માર્કેટિંગ અને માહિતી વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે આ બાબતે કહ્કયું કે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું બાંધકામ આવતા વર્ષની શરૂઆતમાં 2023થી આરંભ કરવામાં આવશે.

આ મામલે લુલુ ગ્રુપનું કહેવું છે કે કોચી, (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી આ લુલુ ગ્રુપનો દેશનો ત્રીજો શોપિંગ મોલ હશે. આ સાથે રાજ્યમાં 6,000 લોકોને સીધે સીધી રોજગારી મળશે અને 12,000થી વધુ લોકોને પણ  આડકતરી રીતે રોજગારી મળશે.

જાણો શું હશે આ મોલની ખાસિયતો

  •  અમદાવાદમાં બનનારા આ શોપિંગ મોલમાં 300 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે.
  • આ મોલમાં ભવ્ય રેસ્ટચોરન્ટ હશે. 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટનો પણ બનશે છે.
  • આ સાથે બાળકો માટેના દેશના સૌથી મોટા મનોરંજન કેન્દ્ર IMAXમાં 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણા આકર્ષણો હશે.
  • આ મોલ જો ગુજરાતમાં બનશે તો તે દેશનો ત્રીજો સૈથી મોટો મોલ હશે આ પહેલા ઉત્તરપ્રદેશ અને કેરળમાં બની ચૂક્યો છે
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code