Site icon Revoi.in

દેશનો ત્રીજો સૌથી મોટો શોપિંગ મોલ બનશે ગુજરાતમાં – 3 હજાર કરોડના ખર્ચે આવતા વર્ષથી અમદાવાદ ખાતે નિર્માણ કાર્યનો થશે આરંભ

Social Share

 

યુનાઈટેડ આરબ અમીરાત સ્થિત બિઝનેસમેન યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ હવે ગુજરાતમાં પોતાના પગ ફેલાવવા જઈ રહ્યું છે, આ કંપની રાજધાની અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની તૈયારીમાં છે.આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષની શરૂઆતમાં આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત યુએઈ રોડ શો દરમિયાન તાજેતરમાં લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 3,000 કરોડનું રોકાણ તેનું પરિણામ છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમદાવાદમાં દેશના સૌથી મોટા શોપિંગ મોલ માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. લુલુ ગ્રૂપના માર્કેટિંગ અને માહિતી વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે આ બાબતે કહ્કયું કે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું બાંધકામ આવતા વર્ષની શરૂઆતમાં 2023થી આરંભ કરવામાં આવશે.

આ મામલે લુલુ ગ્રુપનું કહેવું છે કે કોચી, (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી આ લુલુ ગ્રુપનો દેશનો ત્રીજો શોપિંગ મોલ હશે. આ સાથે રાજ્યમાં 6,000 લોકોને સીધે સીધી રોજગારી મળશે અને 12,000થી વધુ લોકોને પણ  આડકતરી રીતે રોજગારી મળશે.

જાણો શું હશે આ મોલની ખાસિયતો