- લગ્ન પ્રસંગોમાં હવે સાચા ફુલોનો શણગાર વદ્યો
- સાઈડરથી લઈને દુલ્હન રિયલ ફ્લાવરના ઘરેણા પસંદ કરે છે
આપણા દેશની સંસ્કૃતિ મુજબ શુભપ્રસંગો ફુલોથી જ શુશોભીત બનતા હોય છે, પાર્ટી હોય કે લગ્ન હોય કે બર્થડે ડેકોરેશન માટે સાચા ફુલોનો ઉપયોગ થાય છે, એજ રીતે હવે લગ્ન પ્રસંગોમાં પણ દુલ્હનને સજાવવા માટે સાચા ફુલોનો ડ્રેન્ડ જોવા મળે છે.સાચા ફુલોના ઘરેણાઓથી દુલ્હનને ડ્રેન્ડી લૂક મળે છે, આ સાથે જ દુલ્હન ખાસ દુલ્હનના ગેટઅપમાં નિખરી આવે છે,આજકાલ હવે લગ્ન પ્રસંગોમાં દુલ્હનની સાથોસાથ સાઈડર પણ રિયલ ફ્લાવરના ઓરનામેન્ટસ પહેરતી જોવા મળે છે.
માથાની હેર સ્ટાઈલથી લઈને ઓરનામેન્ટસમાં સાચા ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે,જે ખૂબજ આકર્ષક લૂકની સાથે સાથે સુંદરતામાં બે ગણો વધારો કરે છે.
ગળા પહેરવાનો નેકલેસ હો. કે પછી કાનના ઈયરિંગ હોય કે પછી હાથનું બ્રેસલેટ હોય તમામ વસ્તુઓ અવનવા નાના મોટા ફુલો અને ફુલોની કલીોમાંથી બનાવવામાં આવે છે,જેનો ક્રેઝ આજે દેશભરની જૂદી જૂદી જગ્યાએ જોવા મળી રહ્યો છે.
આ સાથે જ ગુલ્હન સાઈડરથી અલગ પડે તે માટે દુલ્હનના માથા પર ફૂલોની ટીઆરઆ પણ પહેરાવામાં આવે છે જેથી દુલ્હન સાઈડર કરતા યુનિક લાગી શકે, અને દુલ્હન કોણ છે પે પણ ખબર પડી શતે,આ સાચા ફુલોની ટીઆરઆમાં સ્ત્રીઓનો દેખાવ વધુ આકર્ષક બને છે.
સાચા ફૂલોના શણગાર સ્ત્રીઓ પોતાના લગ્નની સેરેમની પ્રમાણે કરે છે,જેમ કે મહેંદીની સેરેમની હોય ત્યારે તેઓ મહેંદી લકરના ફુલો વાળા ઘરેણાઓ કેરી કરે છે એજ રીતે હલ્દી વખતે તેઓ પીળા રંગના ફૂલોના ઘરેણાઓ પહેરે છે.