1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી હીટવેવને પણ ગંભીરતાથી લેશે, એક્શન પ્લાન બનાવશે
હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી હીટવેવને પણ ગંભીરતાથી લેશે, એક્શન પ્લાન બનાવશે

હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી હીટવેવને પણ ગંભીરતાથી લેશે, એક્શન પ્લાન બનાવશે

0
Social Share

અમદાવાદઃ ભારત સરકારના હવામાન વિભાગના સૂચનને પગલે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત ગરમીના પ્રક્રોપ હીટવેવને અન્ય કુદરતી આફતોની સમાન ગંભીરતાથી લેવા તેમજ તમામ જીલ્લાઓને પોતાના જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબનો એક્શન પ્લાન બનાવવા જીલ્લાના વડાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે તમામ કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો સાથે ગાંધીનગરથી વિડોયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હવામાન ખાતા દ્વારા પાછલા 40 વર્ષોના રેકોર્ડનો ફોરકાસ્ટ મેટ્રિકસના આંકડાઓનું પૃથકરણ કરી પ્રેજન્ટેશન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સૌ પ્રથમ 2013માં ગરમીના પ્રક્રોપને લઈને હીટ વેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં આરોગ્ય વિભાગ, મહિલા અને બળ વિકાસ વિભાગ, ઊર્જા વિભાગ, સીંચાઈ વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, વન વિભાગ વગેરે વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેલ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક માં થયેલી ચર્ચા મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચમાં 34.6 એપ્રિલમાં 37.2 અને મેમાં 38 ડીગ્રી જેટલી સરેરાશ તાપમાન રહેતું હોય છે.

તેમજ ગ્રીન એલર્ટમાં 41 ડીગ્રી કરતા ઓછુ, યેલ્લો એલર્ટમાં 41.1 થી 43, ઓરેન્જમાં 43.1 થી 44.9 અને રેડ એલર્ટમાં 44 ડીગ્રી કે તેનાથી ઉપર તાપમાન જાય તો આ રીતના એલર્ટની જાહેરાત કરી તે મુજબ પ્રોટોકોલ જાળવવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામાન્ય પ્રજાને ગરમીમાં થતી મુશ્કેલી સામે પહોચી વળવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને શ્રમિકો, બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને માટે વિવિધ વિભાગોને સંકલન કરી કાળજી લેવા સૂચનો કર્યા હતા.

હીટવેવ માનવ જાત, પશુ-પંખીઓ અને કૃષિ ઉત્પાદન માટે સાયલન્ટ કિલર સાબિત થાય છે. જેના માટે ઉપાયો કરવા જોઈએ. આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ તેયારી માટે કંટ્રોલરૂમ 24×7 કલાક શરુ કરવામાં આવ્યો છે તેમજ આ બાબતે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેલ દ્વારા તમામ જીલ્લાઓના વડાના નેતૃત્વમાં એક્શન પ્લાન બનાવવામાં આવે અને તેની ચુસ્ત અમલવારી થાય તેની કાળજી લેવા જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code