Site icon Revoi.in

હવે બેનામી રાજકીય દાન આપવા પર ચૂંટણી પંચની તવાઈ  – રોકડ લેવાની લિમિટ નક્કી કરાઈ ,કાયદા મંત્રાલયને રજૂ કરાયો પ્રસ્તાવ

Social Share

દિલ્હીઃ- હવે ચૂંટણી પંચે એવા લોકો સામે લાલ આંખ કરી છે કે જેઓ પોતાની બ્લેક મની વ્હાઈટ બનાવવા રાજકિય દળોને રોકડમાં મોટા પ્રમાણમાં દાન આપી રહ્યા છે કારણ કે આ મામલે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.આ સાથે જ હવે રોકોડ દાન કરવાની મર્યાદા પણ બાંધી દેવામાં આવી છે.

હાલના નિયમો પ્રમાણે જો વાત કરીએ તો  રાજકીય પક્ષોએ 20 હજાર રૂપિયાથી વધુનું દાનનો ખુલાસો કરવાનો હોય છે આ  સહીત દાન બાબતે કમિશનને રિપોર્ટ કરવો પડતો હોય છે  જો પંચના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય છે, તો 2 હજાર રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક સમયે રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને માત્રને માત્ર 2 હજાર રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે, રોકડ મર્યાદાને કુલ દાનના મહત્તમ 20 ટકા અથવા 20 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવનો હેતુ ચૂંટણી દાનને કાળા નાણાંથી મુક્ત કરવાનો છે.

આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુને પત્ર લખીને જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં કેટલાક સુધારાની માંગ કરી છે. કમિશનની ભલામણોનો હેતુ રાજકીય પક્ષોને દાન આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે.ઉલ્લેખનીય છે કે મિશન દ્વારા આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ નિયમોનું પાલન ન કરતી 284 પાર્ટીઓની નોંધણી રદ કરી હતી.