Site icon Revoi.in

હવે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ કંટેટ મુકનારા સામે કાર્યવાહી કરવાની સરકારની વિચારણા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો વપરાશ વધતા કેટલાક લોકો વિવાદાસ્પદ પોસ્ટ કરે છે. જેથી અનેક લોકોની લાગણીઓ દુભાવવાની સાથે બે સમુદાય વચ્ચે અંતર પણ વધે છે. દેશમાં હેટ સ્પીચના વધી રહેલા મામલાઓને જોતા કેન્દ્ર સરકાર હવે કડક દેખાઈ રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હેટ સ્પીચને લઈ કડક કાયદો લાવવા જઈ રહી છે. આ માટે સરકારે તૈયારીઓ પણ કરી લીધી છે. હેટ સ્પીચની વ્યાખ્યા આ કાયદા હેઠળ નક્કી કરવામાં આવશે. કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે હેટ સ્પીચ અંગે માપદંડ નક્કી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતા ભાષણને રોકવા માટે એન્ટિ-હેટ સ્પીચ કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. હેટ સ્પીચને લઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશો, અન્ય દેશોના કાયદાઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે ટૂંક સમયમાં લોકોના અભિપ્રાય માટે રજૂ કરવામાં આવશે. આ કાયદામાં માત્ર હિંસા ફેલાવનારુ કંટેટ જ નહીં પરંતુ ખોટી માહિતી ફેલાવનારા અને આક્રમક વિચારો ધરાવતા લોકો પણ આ કાયદાના દાયરામાં આવશે. સરકાર આ મામલે લાંબા સમયથી વિચાર કરી રહી હતી પરંતુ હવે વધુ સમય લીધા વિના તેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને મોનસુન સત્રમાં આ કાયદાને લઈને સંસદમાં ચર્ચા થઈ શકે છે.