- મયધ્યપ્રદેશની શાળાઓમાં ગીતાનો પાઠ રામાયણ ભણાવાશે
- સીએમ શિવરાજએ કરી જાહેરાત
ભોપાલઃ- દેશના ઘણા રાજ્યની શાળાઓમાં ભારતની સંસક્ૃતિનો પરિચય વિદ્યાર્થીઓને થઆય તે માટે રામાયણના પાઠ ભણાવાના નિર્ણયો લેવાયા છે ત્યારે હવે આ દિશામાં મધ્યપ્રદેશ પણ આગળ વધ્યું છે. આ બબાતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં રામાયણનું પઠન કરાવાશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કહ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને હિંદુ ધાર્મિક ગ્રંથો ભણાવવામાં આવશે. તેમણે આ આદરણીય ગ્રંથોનો અનાદર કરવાનો પ્રયાસ કરનારાઓને ચેતવણી આપી હતી કે આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પ્રાચીન હિંદુ મહાકાવ્યો અમૂલ્ય પવિત્ર ગ્રંથો છે.
તેમણે કહ્યું, આ ગ્રંથોમાં મનુષ્યને નૈતિક અને સંપૂર્ણ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. આ પવિત્ર પુસ્તકો શીખવીને આપણે આપણા બાળકોને સંપૂર્ણ અને નૈતિક બનાવીશું.વિદ્યા ભારતીના સુઘોષ કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી શિવરાજે કહ્યું, આ દેશ રામ વગર ઓળખાતો નથી. આપણા દરેક રોમમાં રામ વસે છે. આ દેશમાં સુખથી દુ:ખ સુધી રામનું જ નામ લેવાય છે. આપણું રામાયણ હોય, મહાભારત હોય, વેદ હોય, ઉપનિષદો હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આ આપણા અમૂલ્ય પુસ્તકો છે અને આ પુસ્તકોમાં માણસને નૈતિક બનાવવાની અને માણસને સંપૂર્ણ બનાવવાની ક્ષમતા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતાની ચેતવણી રામાયણ પર આધારિત હિન્દુ ધાર્મિક પુસ્તક રામચરિતમાનસ પર છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની પૃષ્ઠભૂમિમાં આવી છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા ચૌહાણે કહ્યું કે પ્રાચીન હિંદુ મહાકાવ્યો અમૂલ્ય પવિત્ર પુસ્તકો છે અને તે માણસના નૈતિક ચારિત્ર્ય નિર્માણમાં મદદ કરે છે.