હવે મુંબઈ 3 મેટ્રો સ્ટેશનના પણ નામ બદલાશે, મેટ્રોના આ ત્રણ સ્ટેશનોના નામ બદલવાના નિર્ણયને મળી મંજૂરી
- મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલાશએ
- આ નિર્ણયને હવે રાજ્ય સરકારે આપી મંજુરી
મુંબઈઃ- દેશમાં ઘણા સ્થળો ,શહેરો કે જગ્યાઓ એવા છે કે જેના નામ બદલવામાં આવ્યા છએ ત્યારે હવે આજ શ્રેણીમાં મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે જી હા મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી હતી ત્યારે હવે આ નિર્ણય પર મ્હોર લાગી ચૂકી છએ એટલે કે હવે આ નામ બદલવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણેમુંબઈ મેટ્રોના 2A અને 7 લાઈનો પરના 3 સ્ટેશનોનું નામ MMRDA દ્વારા બદલવામાં આવશે. એમએમઆરડીએ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં નામ બદલવાની માહિતી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં મુંબઈમાં મેટ્રો 2A અને મેટ્રો 7 બંને લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંબંધિત વિભાગે 2A લાઇન પરના 3 સ્ટેશનોના નામ બદલવાની મંજૂરી મળી ચૂતી છે. જેથી લાઇન 2A પર પહર એકસર મેટ્રો સ્ટેશનનું નામ હવે બદલીને શિમ્પોલી કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે વલનાઈ સ્ટેશનનું નામ હવે વલનાઈ મીઠા ચોકી રહેશે જ્યારે પહારી ગોરેગાંવ સ્ટેશન હવે બાંગુર નગર તરીકે ઓળખાશે.
નવી મેટ્રો લાઇનને મુસાફરો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ કિસ્સામાં, કેટલાક લોકોએ સૂચવ્યું છે કે મેટ્રો સ્ટેશનોના નામ ગૂંચવણમાં મૂકે છે. આ જગ્યા વિશે ઘણા લોકો જાણતા નથી. ઘણા લોકો આ વિસ્તારને નમક ચોકીના નામથી ઓળખે છે. પહાડી ગોરેગાંવની પણ એવી જ હાલત છે. ઘણા લોકો આ સ્થાનથી પરિચિત નથી તેથી તેને સુધારવું જોઈએ.