Site icon Revoi.in

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય- હવે રાષ્ટ્રીય ભરતી સંસ્થા સામાન્ય પ્રવેશ પરીક્ષાનું કરશે આયોજન- યુવાઓને થશે ફાયદો

Social Share

આજ રોજ મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાય હતી ,આ બેઠક વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી, જેમાં કેટલાક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો હેઠળ દેશના 6 એરપોર્ટનું  સંચાલન પ્રાઈવેટ પ્લેયરને સોપવામાં આવી ચૂક્યું છે, આ સાથે જ નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને પદ માટે સીઈટી અટલે કે કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે

કેબિનેટના નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર એ કહ્યું કે, આજની સ્થિતિમાં નોકરી મેળવવા માટે યુવાનોએ ઘણી પરિક્ષાઓ આપવી પડતી હોય છે, આ તમામને સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે, જેના થકી હવે યુવાઓને ફાયદો થશે.

વધુમાં તેમણે કહ્યું કે, દેશમાં અંદાજે 20 જેટલી રિક્રૂટમેન્ટ એજન્સીઓ કાર્યરત છે,આ તમામનો હવે નિષેધ કરતા સરકાર એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, રાષ્ટ્રીય ભરતી સંસ્થા હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે તેનો ફાયદો દેશના કરોડો યુવાનોને થશે જે નોકરી માટે અરજીઓ કરી રહ્યા છે.

પ્રકાશ જાવડેકર એ કહ્યું કે,  યુવાઓની વર્ષોથી આ માંગણી હતી,પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈ નિર્ણય નહોતો લેવાયો, આ એક નિર્ણયથી યુવાઓની મુશ્કેલીઓ દૂર થશે અને તેમના પૈસાની પણ બચત થશે.

કોમન એલિજિબિલિટી ટેસ્ટ આયોજીત કરવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે,સામાન્ય પ્રવેશ પરીક્ષા (સીઈટી) નું મેરિટ લિસ્ટ 3 વર્ષ માટે માન્ય રહેશે. આ સમય દરમિયાન, ઉમેદવાર તેની યોગ્યતા અને પસંદગીના આધારે વિવિધ ક્ષેત્રોમાં નોકરી માટે અરજી કરી શકશે.જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાંના  નિર્ણયોમાં એક સૌથી મોટો ઐતિહાસિક સુધારો છે. જે ભરતી, પસંદગી, નોકરીમાં સરળતા અને વિશેષ સમાજના કેટલાક વર્ગ માટે જીવન જીવવામાં સરળતા લાવશે.

શેરડી ઉત્પાદન કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય – થશે ફાયદો

આ સાથે જ બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, સરકારે તેના ભાવમાં વધારો કર્યો છે,  હવે શેરડીનો પ્રતિ ક્વિન્ટલ રૂ. 285 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, આ 10 ટકા રિકવરી રેટ પર આધારિત છે. જો ત્યાં 11 ટકા રિકવકરી થાય છે, તો તમને ક્વિન્ટલ દીઠ 28 રૂપિયા 50 પૈસા વધુ મળવા પાત્ર છે. તે જ સમયે, 9.5% અથવા તેનાથી ઓછી રિકવરી થવા પર શેરડીનું ઉત્પાદન કરતા ખેડુતોને રક્ષણ આપતા, પ્રતિ ક્વિન્ટલ રૂ. 270.75 નો ભાવ મળશે,આ ભાવ વધારાથી એક કરોડ ખેડુતોને લાભ મળશે.

સાહીન