હવે હજ કરવા માંગતા યાત્રીઓને મળી વય મર્યાદામાં છૂટ, સાઉદીએ હજયાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ પણ હટાવ્યો,
- હજયાત્રીઓ માટે ખુશખબર
- યાત્રીઓની વયમર્યાદા અને સંખ્યા પરની મર્યાદા હટાવાઈ
દિલ્હીઃ- મક્કા મહિના કે જે સાઉદી અરબિયામાં સ્થિતિ છે જે ઈસ્લામના ધર્મની આસ્થા સાથે જોડાયેલ વિશઅવભરમાં જાણીતું ઘાર્મિક સ્થાન છે જ્યાર વર્ષ દરમિયાન લાખો લોકો ઉમરાહ તથા હજ માટે આવતા હોય છે,વિશ્વભરના મુસ્લિમ બિરાદરો અહી એકઠા થાય છે ત્યારે હવે યજયાત્રા કરતા યાત્રીઓ માટે સાઉદી અરબિયાએ કેટલીક છૂટછાટ આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સાઉદી અરેબિયાએ વિતેલા દિવસને સોમવારે જાહેરાત કરી હતી કે આ વર્ષના હજ માટે યાત્રાળુઓની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં એટલે કે વધુ વય વાળા વૃદ્ધો પણ હજ કરી શકશે આ પહેલા 60થી વધુની ઉંમરના લોકો માટે પ્રતિંબધ જડાહેર કરાયો હચો.
વધુ માહિતી પ્રમાણે આરબ ન્યૂઝે દેશના હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાને ટાંકીને આ અહેવાલ છે. હજ એક્સ્પો 2023માં બોલતા, તૌફીક અલ-રબીયાહે જણાવ્યું હતું કે આ વર્ષે હજમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પૂર્વ મહામારીને સ્તરે રાખવામાં આવી છે આ વર્ષે હજ યાત્રીઓ માટે કોઈ વય મર્યાદા પણ રહેશે નહીં.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મહેરમને લઈને સાઉદીએ છૂટ આપી છે મહેરમ એટલે કે કોઈ પણ સ્ત્રી પોતાના પતિ અથવા પિતા સાથે જ હજયાત્રા પર કે ઉમરાહ પર આવી શકતી હતી જોકે હવે મેહરમ વિના મહિલાઓને યાત્રા માટેની મંજૂરી અપાઈ છે.