- હવે પ્રવાસ દરમિયાન નહીં પડે તકલીફ
- બસ આટલું કરો કામ
- પોલીસ પણ નહીં કરે પરેશાન
જેટલા પણ લોકો પોતાની ગાડી લઈને, જ્યારે પણ કોઈ પણ કામ માટે કે ફરવા માટે બહાર નીકળતા હોય છે ત્યારે તેમને કેટલીક વાતની ચિંતા થયા રાખતી હોય છે. તેમાં એક ચિંતા એ પણ હોય છે કે જ્યારે પણ અન્ય રાજ્યમાં જવાનું થશે ત્યારે પોલીસ તેમને ચેકીંગ દરમિયાન હેરાન કરશે તો નહીં ને, અથવા ચેકીંગના નામ પર સમય તો બગાડશે નહીં ને.. પણ હવે આ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે લોકો જો આરટીઓમાં જઈને માત્ર આટલું કામ કરે તો તેમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં.
હવે રાજ્ય બદલવા પર તમને વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ભારત સિરીઝ (BH) નંબર પ્લેટ વાહન માલિકોને એક ખાસ સુવિધા આપવા જઈ રહી છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભારત સિરીઝ (BH) નંબર પ્લેટ માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો હવે આને નવા વાહનો માટે દેશભરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. સરકારે સંસદમાં એક નિવેદનમાં આપી જાણકારી. આ નંબર પ્લેટનો ફાયદો એ હશે કે તેમાં કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો રજિસ્ટ્રેશન નંબર નહીં હોય અને તેની શરૂઆત BH થી થશે. આ સાથે, જો તમે તમારું વાહન કોઈપણ રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાઓ છો, તો નંબર બદલવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર, નીતિન ગડકરીએ સંસદમાં એક લેખિત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે નવા વાહનો માટે ભારત શ્રેણી રજૂ કરવામાં આવી છે.
BH સિરીઝની નંબર પ્લેટમાં VIP નંબરની સુવિધા આપવામાં આવી નથી અને આ નંબર સામાન્ય નંબરથી સંપૂર્ણપણે અલગ હશે. આ નંબર પ્લેટ પર પહેલા ચાલુ વર્ષના છેલ્લા બે અંક લખવામાં આવશે, પછી BH લખવામાં આવશે અને અંતે ચાર અંકનો નંબર લખવામાં આવશે. આ એક સફેદ પ્લેટ હશે જેના પર કાળા રંગમાં નંબરો લખવામાં આવશે. BH સિરીઝ માટે રૂ. 10 લાખ સુધીની કિંમતના વાહનો પર 8 ટકા, રૂ. 10થી 20 લાખની કિંમતના વાહનો પર 10 ટકા અને 20 લાખથી વધુની કિંમતના વાહનો પર 12 ટકા રોડ ટેક્સ વસૂલવામાં આવશે.