- રેમડેસિવિરની અછત થશે દૂર
- જેનટેક લાઇફ સાયન્સીસ દ્રારા આજથી 30 હજાર ડોઝનું નિર્માણ કરાશે
- નિતીન ગડકરીએ વિતેલા દિવસે આ મામલે માહિતી આપી હતી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજન તેમજ જરુરી એવા રેમડેસિવીર ઈન્જેક્શનની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હેવ રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે,કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ દ્રારા આજથી મહારાષ્ટ્રના વર્ધામાં કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગમી રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે.
સમગ્ર દેશમાં રેમડેસિવિરની ખૂબ અછત વર્તાઈ રહી છે જો કે, હવે આ અછત ચોક્કસ પણે દૂર થશે, જેનટેક લાઇફ સાયન્સીસ કંપની દરરોજ રેમડેસિવિરની 30 હજાર શીશીઓ તૈયાર કરશે. મંગળવારે નાગપુરમાં કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરતાં આ મામલે નીકિન ગડકરીએ માહિતી આપી હતી
વર્ધાના જેનટેક લાઇફ સાયન્સિસને રેમેડિસિવર ઈન્જેક્શન બનાવવાનું લાઇસન્સ મળી ગયું છે. ગડકરીએ જણાવ્યું કે હૈદરાબાદથી એક ટીમ વર્ધા પહોંચી ચૂકી છે અને આ બાબતે પરીક્ષણ ચાલી રહ્યું છે હવે તેનું ઉત્પાદન બુધવારથી એટલે કે આજથી શરુ થવાની શક્યતાઓ છે.
આ સમગ્ર બાબતને લઈને ગડકરીએ કહ્યું કે, આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલ રેમેડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ નાગપુર અને વિદર્ભના અન્ય જિલ્લાઓમાં પણ કરવામાં આવશે. આ સાથે જ જ્યા જરુર હશે ત્યા મહારાષ્ટ્રના જુદા જુદા જીલ્લાઓમાં મોકલવામાં આવશે, ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના સૂચનો પર રેમેડિસિવર ઇંજેક્શન બનાવતી કંપનીઓએ તેના ભાવમામં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
સાહિનઃ-