- હવે તત્કાલ ટિકિટ મેળવવી રહેશે ઈઝી
- આ માટે અલગથી એપ્લિકેશન ઉપલબ્ધ કરાવાઈ
- ખાલી સીટ અંગે આ એપ પરથી માહિતી મેળવી શકાશે
દિલ્હીઃ- રેલ્વે યાત્રીઓ માટે રેલ્વે વિભાગ દ્રારા અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે હવે વધુ એક સુવિધા સરળ બહનાવાઈ છે જે અંતર્ગત હવે તત્કાલ ટિકિટ માટે એક અલગ એપ શરૂ કરવામાં આવી છે. આ એપ આઈઆરસીટીસીની વેબસાઇટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો અચાનક મુસાફરી કરવાની જરૂર પડે તો આ એપ દ્વારા તમે તત્કાલ ટિકિટ ઘરે બેઠા બુક કરાવી શકશો.
આ એપ આઈઆરસીટીસીના પ્રીમિયમ પાર્ટનર દ્વારા કન્ફર્મ ટિકિટ નામથી પ્રદર્શિત કરવામાં આવે છે. આ એપ પર તત્કાલ ક્વોટા અંતર્ગત ઉપલબ્ધ સીટો વિશે માહિતી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે અલગ-અલગ ટ્રેન નંબર નાંખવાથી તમારે ઉપલબ્ધ સીટો શોધવાની મુશ્કેલી નહીં કરવી પડે. એક સાથે સંબંધિત રૂટ પર ચાલતી તમામ ટ્રેનો માટે ઉપલબ્ધ તત્કાલ ટિકિટોની વિગતો પ્રાપ્ત કરાઈ છે.
આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે,એપમાં ટિકિટ બુક કરવા માટે એક માસ્ટર લિસ્ટ પણ છે. જેમાં મુસાફરી માટે જરૂરી માહિતીને અગાઉથી સાચવવાની સુવિધા આપવામાં આવી છે. આ સાથે, ટિકિટ બુક કરાવવામાં સમયનો બગાડ નહીં થાય.