વરસાદના દિવસોમાં ચારે તરફ હરિયાળી આવવાથી ખુશીઓ આવે છે. શાંતિની સાથે રાહતનો અનુભવ થાય છે. પરંતુ આ સીઝન પોતાની સાથે કીડા-મકોડા લઈને આવે છે. પરંતુ તેમાંથી કેટલાક કીડા કોઈ નુકસાન નથી પહોંચાડતા તો કોઈ ઝેરી હોય છે. તેના કારણે ચામડી પર ખંજવાળ, બળતરા કે સોજાની સમસ્યા થઈ શકે છે.
તેવામાં ઘરને કીડા-મકોડાથી સુરક્ષિત રાખવું જરૂરી છે, જેથી તમે આ પરેશાનીથી બચી શકો. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની આસપાસ એક પણ કીડા-મકોડા ન ભટકે તો તમારે કેટલાક ઉપાય અપનાવવા પડશે. આવો અમે તમને ચોમાસામાં આવતા જીવજંતુઓથી છુટકારો મેળવવાના ઉપાયો જણાવીએ.
લીંબુ-બેકિંગ સોડા
કીડાઓને ઘરથી દૂર રાખવા માટે સૌથી સસ્તો ઉપોય લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ છે. તમે પાણીમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરી એક બોટલમાં ભરી લો. હવે તેને ઘરના ખુણે-ખુણામાં છાંટી દો. જ્યાં કીડા-મકોડા દેખાય ત્યાં તેને છાંટો. આ ઉપાયને સપ્તાહમાં એકવાર જરૂર કરો.
લીમડાનું તેલ
લીમડાના તેલનો એક કીટનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી જીવડાઓને ભગાડવા માટે લીમડાના તેલમાં થોડું પાણી ભરી સ્પ્રે બોટલમાં ભરી લો. આ પાણીને ઘરમાં છાંટો. તેનાથી ઘર સાફ રહેશે અને કોઈ જીવજંતુ આવશે નહીં.
કાળા મરી
કાળા મરીને કીડા-મકોડાનો દુશ્મન માનવામાં આવે છે. તેથી તેને પીસી પાણીમાં મિક્સ કરી લો. હવે સ્પ્રે બોટલની મદદથી ઘરમાં છાંટી દો. હકીકતમાં કીડા-મકાડોને તેની ગંધ પસંદ આવતી નથી, તેથી તે દૂર ભાગે છે.
કાળી ફિલ્મ
કીડાઓને ઘરમાંથી દૂર રાખવા માટે કાળી ફિલ્મ પણ કામ આવી શકે છે. તમે ઘરના દરવાજા અને બારી પર કાળી ફિલ્મ ચોંટાડી દો. આ એક પાતળી શીટ હોય છે, તેનાથી રાત્રે ઘરની રોશની બહાર જતી નથી. જ્યારે જંતુઓ પ્રકાશ જોઈને આવે છે. તેવામાં આ ફિલ્મ લગાવવાથી પણ ફાયદો થશે.
પેપરમિંટ અને લવંડર
ઘરને સુગંધિત રાખવા તેમજ જંતુઓને દૂર રાખવા માટે તમે પેપરમિન્ટ અને લવંડર તેલનો ઉપયોગ કરી શકો છો. આ જંતુઓને ભગાડવામાં ફાયદાકારક છે, તમારે તેને જંતુઓની જગ્યાઓ પર છંટકાવ કરવો પડશે, તો આ સમસ્યા તમારાથી દૂર રહેશે.