Site icon Revoi.in

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન,રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન

Social Share

દિલ્હી:રેલવે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલવેની તસવીર બદલવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં, ઘણા રાજ્યોના સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેથી અહીં આવતા મુસાફરોને કોઈ મોલ અથવા એરપોર્ટ જેવું લાગે. આ દરમિયાન, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની પ્રસ્તાવિત ડિઝાઇન શેર કરી છે.નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઈનની તસવીરો એટલી અદભૂત છે કે,તે કોઈ આંતરરાષ્ટ્રીય ઈમારતથી ઓછી નથી લાગતી.

રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને લખ્યું, ‘નવા યુગની શરૂઆત! નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે પ્રસ્તાવિત ડિઝાઇન.રેલ્વે મંત્રાલયે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે વધુ ખુલાસો કર્યો નથી.પરંતુ એવું માનવામાં આવે છે કે,અહીંયા મુસાફરોને માત્ર વર્લ્ડ ક્લાસ સુવિધાઓ જ મળશે.તેમાં મુસાફરો માટે કાફેટેરિયાથી લઈને આધુનિક રેસ્ટ હાઉસ સુધીની સુવિધાઓ હશે.

ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં આદર્શ સ્ટેશન તરીકે 1,215 સ્ટેશનોનું નિર્માણ કર્યું છે.કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટના રોજ રેલ્વે મંત્રાલયે ભારતીય રેલ્વે પરના સ્ટેશનોના સુધારણા અને આકર્ષણ માટે મોડેલ, આધુનિક અને મોડેલ સ્ટેશન યોજના જેવી વિવિધ યોજનાઓ વિકસાવી છે.