હવે નશાની લતથી બચાવશે આ વેક્સીન, જાણો કોણે શોધ કરી….
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોનો અંદાજ છે કે લગભગ 2.2 કરોડ લોકોએ ડ્રગ્સનો પયોગ કર્યો હતો. જોકે યુવાનોને આનાથી મુક્ત કરવા માટે એક વેક્સીન બનાવવામાં આવી છે. આ વેક્સીનને બ્રાઝિલના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આનાથી યુવાનો ના માત્ર વ્યસન છોડશે, પણ તે ફરીથી ડ્રગ્સ તરફ પણ નહીં દેખે. બ્રાઝિલના સંશોધકોનું કહેવું છે કે આ વેક્સીન ખાસ કરીને કોકેનના નશા કરવા વાળાને દ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ કોકેનના ભોગ બનેલા લોકોને કેટલી મદદ કરી શકશે તેના પર જરૂર સવાલ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યૂરોપમાં ગાંજા પછી કોકેનએ બીજો સૈથી સામાન્ય નશો છે. એટલે કે ત્યાના દરેક બીજા નશેડી કોકેનનો નશો કરે છે. તેની લત એટલી ખતરનાક હોય છે કે તે થોડાક વર્ષોમાં તમને મોત નજીક લઈ જાય છે. એક્સપર્ટનું કહેવું છે કે કોકેન જ્યારે શરીર જાય છે તો તેના પાંચ થી ત્રણ મિનિટ વચ્ચેના સમય સૌથી ખતરનાક હોય છે. આ દરમિયાન નશા કરવા વાળાને હોષ રહેતા નથી. આ વેક્સીન બનાવનારાઓનો દાવો છે કે આ વેક્સીન કોઈ વ્યક્તિને આપવામાં આવે તો તે કોકેનની અસર શરીરમાં પહોંચતા જ ઓછી કરી દેશે.
આનાથી આ સવાલ પણ થાય છે કે આમ થશે તો કોકેનના વ્યસની લોકો ઓવરડોઝ લેવાનું ચાલુ કરી દેશે અને તે આમ કરશે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.