હવે પરિવહન સેવાઓ પણ ઓનલાઇન બનશે, 70 જેટલી સેવાઓ ફેસલેસ બનતા ઓફિસના ચક્કર લગાવવામાંથી મળશે છૂટકારો
- પરિવહનને લગતી 70 સેવાઓ ઓનલાઈન બનશે
- ઓફીસના ઘક્ક ખાવામાંથી જનતાને મળશે મૂક્તિ
દિલ્હી – સમગ્ર દેશ ડિજિટલ સેવાઓમાં આગળ વધી રહ્યો છે, દેશના કેટલાક કામકાજ હવે ઓનલાઈન બન્યા છે, ત્યારે હવે લોકોને ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી સહિતના દસ્તાવેજોની વધારે પડતી રાહ જોવી પડશે નહીં.
દિલ્હી સરકારના પરિવહન વિભાગે પ્રાદેશિક પરિવહન કાર્યાલયો સહિતની તમામ કાર્યાલયોની કામગીરી બદલી નાખી છે જેથી લોકોને ઓછા સમયમાં સારી સેવાઓ મળી શકે. આ અંતર્ગત 70 વિભાગોને ફેસલેસ બનાવવા વિભાગે ટ્રાયલ શરૂ કરી છે. તેના અમલીકરણ થવાની સાથે જ અરજદારોએ કચેરીઓની મુલાકાત લેવી પડશે નહી.
અરજીઓની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી એમએલઓ કચેરીઓમાં ણે દરરોજ સેંકડો અરજદારોની ભીડ રહે છે. સુવિધાઓ પણ સુધારવામાં આવી છે જેથી તેમનું કાર્ય વહેલી તકે થઈ શકે. એપ્લિકેશન વધુ હોવાના કારણ રાહ પણ વધુ જોવી પડે છે,જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
70 જેટલી સેવાઓ ફેસલેસ કરવામાં આવશે
પરિવહન વિભાગને લગતા દસ્તાવેજો માટે, લોકોએ અરજી માટે ઓફિસોમાં જવુ પડતું હોય છે. ફોર્મ ભરવા , પેમેન્ટ કરવા, આ સાથે જ કેટચલીક વખત વચેટીયા દ્રારા છેતરવામાં પણ આવતા હોય છે,સંક્રમણ સમયગાળા દરમિયાન વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવા માટે, પરિવહન વિભાગે બે તબક્કામાં આરસી, લાઇસન્સ, પરમિટ અથવા રિન્યૂઅલ સહિતની 70 સેવાઓને ફેસલેસ કરવાની કવાયત હાથ ધરી છે
આ અંતર્ગત ઓનલાઇન અરજીના આધારે દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. ફેસલેસ સેવાઓ દ્રારા અરજદારને ઓફિસ સુધી પહોંચવાની જરૂર રહેશે નહીં. ફોર્મ ભરવા સહિતની તમામ આવશ્યકતાઓ, ચુકવણી ઓનલાઇન કરી શકાશે. વિભાગીય અધિકારીના જણાવ્યા મુજબ તમામ કચેરીઓમાં ટ્રાયલ ધોરણે સુવિધાઓ આપવામાં આવી રહી છે. સફળતા પછી તેનો અમલ કરવામાં આવશે.
સાહિન-