- ટીવી ચેનલોના પ્રસારણ માટે નવી ગાઈલાઈન જારી
- હવે 30 મિનિટ જનહિત અને રાષ્ટ્રહિતની સામગ્રી દર્શાવવી પડશે
દિલ્હીઃ- ભારત દેશમાં ટીવી ચેનલ પ્રસારણને લઈને હવે નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે જે અતંર્ગત હવેથી દરેક ટીવી ચેનલના પ્રસારણમાં દેશના હીતમાં હોય તેવી સામગ્રી 30 મિનિટ સુધી દર્શાવવી ફરજિયાત બની છે.આ નવી દિશાનિર્દેશો 9 નવેમ્બર 2022થી લાગુ થી ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય કેબિનેટે ભારતમાં ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા, 2022ને મંજૂરી આપી છે. જે અંતર્ગત ચેનલો માટે રાષ્ટ્રીય અને જનહિતમાં સામગ્રીનું પ્રસારણ કરવું ફરજિયાત બની ગયું છે.
જો કે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેનલોને આવા કાર્યક્રમોની કલ્પના અને નિર્માણ કરવા માટે સમય આપવામાં આવશે.આ વિષયોમાં શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો, કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
આ માટે જાહેર સેવા અને રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત કાર્યક્રમોના પ્રસારણ માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ફાળવવી જ પડશે. આવી સામગ્રી બનાવવા માટે ચેનલોને આઠ થીમ પણ આપવામાં આવી છે. કેન્દ્ર દ્રારા વેલાયેલા આ મહત્વના નિર્ણયનું કારણ એ છે કે એરવેવ્સ જાહેર મિલકત છે અને સમાજના શ્રેષ્ઠ હિતમાં તેનો ઉપયોગ કરવાની જરૂર છે.
આ જારી કરાયેલ નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે એરવેવ્સ/ફ્રિકવન્સી જાહેર મિલકત છે અને સમાજના શ્રેષ્ઠ હિતમાં તેનો ઉપયોગ કરવાની જરૂર છે. આવા કિસ્સામાં, કંપનીને આ માર્ગદર્શિકા હેઠળ ભારતમાં ચેનલને અપલિંક કરવાની અને તેને ડાઉનલિંક કરવાની મંજૂરી આપવામાં આવે છે.