- યુક્રેન ભારતના વિદ્યાર્થીઓને આપવા દેશે પરિક્ષા
- રશિયાના આક્રમણ બાદ વિદ્યાર્થીઓ વતન પરત ફરતા અભ્યાસ અધુરો રહ્યો હતો
દિલ્હીઃ- યુક્રેનમાં રશિયા દ્રારા સતત હુમલાઓ અને આક્રમણ કરવામાં આવ્યું હતું જેને લઈને સ્થઇતિ એટલી ખરાબ બની હતી કે જે તે દેશના વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ અઘુરો છોડીને વતન પરત ફરવું પડ્યું હચું હુમલા બાદ યુક્રેનથી સ્વદેશ પરત ફરેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને ભારતમાંથી જ મહત્વની પરીક્ષા આપવા દેવામાં આવશે.
યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવાએ નવી દિલ્હીની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ભારતીય પક્ષને આ માહિતી આપી હતી.જેને લઈને એઘુરો અભ્યાસ છોડીને વતન પરત ફરેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે.
ક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાંથી જ પરીક્ષામાં આપવાની મંજૂરી આપશે. યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા 10 થી 12 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે હતા. ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મુદ્દા પર, બુધવારે મંત્રીએ કહ્યું કે યુક્રેન વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને તેમના દેશમાંથી અંતિમ પરીક્ષા આપવાની મંજૂરી આપશે.
વિદેશ મંત્રાલય (MEA) એ બુધવારે કહ્યું, “ભારતીય તબીબી વિદ્યાર્થીઓના મુદ્દા પર, નાયબ વિદેશ મંત્રીએ ઉલ્લેખ કર્યો કે યુક્રેન વિદેશી તબીબી વિદ્યાર્થીઓને તેમના દેશમાં ‘યુનિફાઇડ સ્ટેટ ક્વોલિફિકેશન પરીક્ષા’ આપવાની મંજૂરી આપશે.”ઝાપરોવાની ભારત મુલાકાતના અંતે, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયન આક્રમણ શરૂ થયું ત્યારે લગભગ 19,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા હતા.જેઓ પાછા આવી જતા તેમની પરિક્ષઆ પુરી થઈ નહતી અને તેઓ ડિગ્રીને લાયક બની શક્યા નહતા ત્યારે હવે વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે.
જાણકારી પ્રમાણે લગભગ બે હજાર ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન પાછા ગયા છે અને તેઓ મોટાભાગે પૂર્વી યુરોપીયન દેશના પશ્ચિમ ભાગમાં રહે છે., ઝાપરોવાએ વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય વર્મા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી સાથે મુલાકાત કરી.વિદેશ મંત્રાલયે કહ્યું, “તેમની મુલાકાત દરમિયાન, ઝાપારોવાએ ભારત સાથે મજબૂત અને નજીકના સંબંધો બનાવવાની યુક્રેનની ઇચ્છા વ્યક્ત કરી છે.