હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ આવશે સ્લિપર વર્ઝ , જાણો આ કોચની શું હશે ખાસિયતો
દિલ્હીઃ ભારતીય રેલ્વે યાત્રીઓ માટે અનેક સુવિઘાઓ વિકસાવી રહી છે સતત રેલ્વે દ્રારા ટ્રેનની સુવિઘાઓ વધારવાનમાં આવી રહી છએ ત્યારે હવે આગામી દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ સ્લિપર કોચ લાવવાની કવાયત હાથ ઘરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રેલવે તેના મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક બનાવવા જઈ રહી છે. આવતા વર્ષની શરૂઆતથી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસમાં બે સ્લીપર કોચ લગાવવામાં આવશે, જેથી મુસાફરો નીચે પડીને મુસાફરી કરી શકે. વાસ્તવમાં, બે સ્ટેશનો વચ્ચે 758 કિમીનું અંતર કાપવામાં લગભગ આઠ કલાક લાગે છે.આ સહીત આ ટ્રેનમાં માત્ર ચેર કાર હોવાથી મુસાફરો કંટાળઈ જાય છે. આ કારણોસર યાત્રીઓની લાંબા સમયથી માંગણીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વઘુ વિગત પ્રમાણે આ કોચ ચેન્નાઈ સ્થિત રેલ કોચ ફેક્ટરી ICFમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ લક્ઝરી કોચ છે, જેને હોટલના રૂમ જેવા જ બનાવવામાં આવ્યા છે. કાનપુર સુધી ઘણી પ્રીમિયમ ટ્રેનો, માત્ર વારાણસી સુધી વંદે ભારત રેલવેએ મુસાફરોની સુવિધાને લઈને સર્વે હાથ ધર્યો હતો.સર્વેમાં જણાવાયું કે દિલ્હીથી કાનપુર સુધી ઘણી પ્રીમિયમ ચેરકાર ટ્રેનો છે.જેમ કે રિવર્સ શતાબ્દી, સ્વર્ણ શતાબ્દી અને તેજસ એક્સપ્રેસ ચેરકાર છે. આ ટ્રેનો લખનૌ જાય છે. આવી સ્થિતિમાં મુસાફરો બેસીને થાકી જાય છે.
તો બીજી તરફ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી કાનપુર થઈને વારાણસી થઈને પ્રયાગરાજ જાય છે. આ અંતર 758 કિમી છે. આવી સ્થિતિમાં મુસાફરોને કાનપુર સુધી ચેર કારની જરૂર નથી, કારણ કે વંદે ભારત સવારે 6 વાગ્યે નીકળે છે અને 10:08 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન બપોરે 2 વાગ્યે વારાણસી પહોંચે છે. આવી સ્થિતિમાં મુસાફરો બેસીને થાકી જાય છે. દિલ્હીથી વારાણસીનું એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 3335 રૂપિયા છે સ્લીપરનું ભાડું એક્ઝિક્યુટિવ ક્લાસની બરાબર રાખવાની તૈયારીઓ છે.
શું હશે આ સ્લિપર કોચની ખાસિયતો જાણો
વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચને હોટલના રૂમ જેવો બનાવવામાં આવ્યો છે. લક્ઝરી કોચમાં ગાદીવાળી સીટો, ઉપર અને નીચે જવા માટે નાની સીડીઓ અને મોટી જગ્યા છે.
આ સ્લિપર કોચની ટિકિટ એસી ચેરકાર કરતાં મોંઘી હશે પરંતુ લગભગ એક્ઝિક્યુટિવ ચેરકાર જેટલી જ હશે.
આ કોચમાં AC સેકન્ડની જેમ ટોપ અને બોટમ બે જ સ્લીપર સીટ હશે. દરેક સીટ પર રીડિંગ લેમ્પ, ચાર્જિંગ પોઈન્ટ, એસી વિન્ડો જેવી પ્રાથમિક સુવિધાઓ હાઈટેક રીતે પૂરી પાડવામાં આવી છે.
આ સહીત દરેક કોચમાં ત્રણ શૌચાલય હશે અને પેન્ટ્રી કારની જોગવાઈ હશે. વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વંદે ભારત આવતા વર્ષની શરૂઆતમાં સ્લીપર કોચ સાથે દોડવાનું શરૂ કરશે. તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે.