Site icon Revoi.in

હવે ભગવા રંગમાં જોવા મળશે વંદે ભારત એક્સપ્રેસ,રેલવે મંત્રીએ બતાવી ઝલક, કહ્યું- ત્રિરંગાથી લીધી પ્રેરણા

Social Share

દિલ્હી :વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવા વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લુકમાં વંદે ભારત કેસરી,સફેદ અને કાળા રંગનું મિશ્રણ જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. રેલવે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) પહોંચ્યા હતા. રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે કેસરી રંગ ત્રિરંગાથી પ્રેરિત છે.

રેલ મંત્રી વૈષ્ણવે કહ્યું કે અત્યાર સુધીમાં વંદે ભારત ટ્રેનમાં 25 થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મંત્રી વૈષ્ણવે વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉત્પાદન અને અન્ય તકનીકી બાબતો પર પણ વાતચીત કરી હતી. ICFએ 2018-19માં દેશને પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન આપી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે તેને ફ્લેગ ઓફ કર્યું હતું. ઑક્ટોબર, 2022 ના બીજા સપ્તાહ દરમિયાન, ICF એ 1955 માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 70,000 થી વધુ કોચ રજૂ કરવાની વિશિષ્ટતા હાંસલ કરી છે, જે વિશ્વમાં કોઈપણ પેસેન્જર કોચ ઉત્પાદક દ્વારા સૌથી વધુ છે.

નવી ભગવા વંદે ભારત એક્સપ્રેસ જો કે હજુ કાર્યરત થવાની બાકી છે અને હાલમાં તે ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે પાર્ક કરવામાં આવી છે, જ્યાં વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન થાય છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસના કુલ 25 રેક તેમના નિર્ધારિત રૂટ પર કાર્યરત છે અને બે રેક આરક્ષિત છે. જોકે, ટ્રાયલ રન તરીકે આ 28મી રેકનો રંગ બદલવામાં આવી રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે એક વિશેષ ટ્રેનનું અનાવરણ કર્યું જે સમગ્ર દેશમાં હેરિટેજ રૂટ પર દોડશે. હેરિટેજ રૂટ પર આવી વધુ ટ્રેનો રજૂ કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રીએ અહીં MGR સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર સ્ટીમ લોકો ટ્રેન તરીકે સંશોધિત ટ્રેનનું નિરીક્ષણ કર્યા પછી જણાવ્યું હતું.