Site icon Revoi.in

હવે વ્હોટ્સએપ પરથી વેક્સિન લેવા માટેનો સ્લોટ બૂક કરાવી શકશો, આ માટે કરવું પડશે આટલું

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો કોરોના સામે રક્ષણ આપવા સરકારે વેક્સિન અભિયાન પુરજોશમાં ચલાવવાનું શરુ કર્યું છે,ત્યારે હવે વેક્સિન લેવા માટેની સુવિધા સરકારે સરળ જાહેર કરી છે.

સરકારે જારી કરેલી સુવિધા પ્રમાણે હવે તમે વોટ્સએપ દ્વારા રસીનો સ્લોટ પણ બુક કરી શકો છો અને તમારા નજીકના રસીકરણ કેન્દ્ર વિશે માહિતી પણ મેળવી શકો છો. વોટ્સએપનું નવું ફીચર MyGov કોરોના હેલ્પડેસ્ક સાથે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ વેક્સિનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા વોટ્સએપ પર ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યાર  બાદ અત્યાર સુધીમાં લગભગ 32 લાખ પ્રમાણપત્રો ડાઉનલોડ થઈ ચૂક્યા છે.

આ રીતે વેક્સિન લેવા માટે વ્હોટ્સએપ પર સ્લોટ બૂક કરાવો

  1. સૌ પ્રથમ તમારા ફોનમાં MyGov Corona Helpdesk ચેટબોક્સનો નંબર +91-9013151515 સેવ કરવાનો રહેશે
  2. હવે તમારુ વ્હાટ્એપ ઓપન કરો અને MyGov Corona Helpdesk  કોન્ટેક્ટને ઓપન કરો
  3. હવે     Book Slot  લખીને મેસેજ કરો
  4. આ મેસેજ કર્યા પછી તરત જ તમારા ફોન પર 6 આંકડાનો ઓટીપી નંબર આવશે
  5. ત્યાર બાદ તમને વેક્સિનનું નામ,  લોકેશન અને તારીખપ કરવાનો વિકલ્પ આપવામાં આવશે
  6. હવે  તમારા પિનકોડ પ્રમાણે નજીકના વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા માટેનો સ્લોટ બૂક કરી દેવામાં આવશે

 

વ્હોટ્સએપ પર સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે આટલું કરો

  1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં +91-9013151515  નંબર એડ કરીલો
  2.   ત્યાર બાદ તમારું વ્હોટ્સએપ ઓપન કરો
  3. આ નંબર પર ‘COVID Certificate’ અથવા તો ‘Download Certificate’  લખીને મેસેજ સેન્ડ કરીદો
  4. હવે તમને 6 આંકડાનો ઓટીપી આવશે.
  5.   આ ઓટીપીને ચેટથી આજ નંબર પર વ્હોટ્સએપમાં ફરી સેન્ડ કરી દો
  6. હવે આ મોબાઈલ નંબરથી રજીસ્ટર કરાવેલ વેક્સિનના દરેક સભ્યોની યાદીજોવા મળશે
  7. ત્યાર બાદજેનું સર્ટિ ડાઉનલોડ કરવાનું હોય તેનો સિરિયલ નંબર ટાઈપ કરીને સેન્ડ કરોટ
  8. આ મેસેજ મોકલતાની સાથે જ તામારું વેક્સિનેશન સર્ટિ તમારા ફોનમાં પીડીએફ ફાઈલમાં આવી જશે