Site icon Revoi.in

હવે તમે પણ ઘરે જ બનાવી શકશો વેક્સ – પાર્લરના મોંધા ખર્ચમાંથી તમને મળશે છૂકારો , બસ જાણીલો આ રીત

Social Share

દરેક સ્ત્રી કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાી અને આ માટે તે અનેક સોંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે તો ચહેરા હાથ પગના વાળને પણ દૂર કરે છે અને આ માટે તે વેક્સ કરાવે છે સામાન્ય રીતે વેક્સ ખાંડ અને લીબું માંથી બને છે. જેનો ઉપયોગ આપણા શરીરમાંથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થાય છે.

કેટલીકવાર વેક્સિંગ સામગ્રી ખરીદવા માટે બજારમાં જવું શક્ય નથી, આ સ્થિતિમાં તમે ઘરે જ વેક્સ તૈયાર કરી શકો છો. આ રીતે હવે તમારે હેર રિમૂવલ માટે પાર્લરમાં જવાની જરૂર નથી, તમે કેટલીક ઘરગથ્થુ સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી વેક્સ તૈયાર કરી શકો છો.

 

સામગ્રી

રીત –

વેક્સ  બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ લો અને તેને ધીમી આંચ પર ગરમ કરો. હવે થોડી વાર પછી ખાંડ ઓગળી જશે અને તેમાંથી સુગંધ આવવા લાગશે.

આ પછી આ ખાંડમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને ઠંડુ થવા દો.

હવે આ મિશ્રણને એક મોટી ચમચીની મદદથી ધીમે-ધીમે હલાવતા રહો.

જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય તો તેને ઠંડુ થવા ફ્રીજમાં રાખો. તમારું વેક્સ હવે ઉપયોગ માટે તૈયાર છે.

ચોકલેટ વેક્સ બનાવાની રીત

સામગ્રી

ચોકલેટ,ફ્રૂટ જ્યુસ અને મધ સાથે ઘરે જ વેક્સ બનાવી શકાય છે. આ પ્રકારના વેક્સનો  નાની ફોલ્લીઓ અને સંવેદનશીલ ત્વચા પર કરવામાં આવે છે. ચોકલેટમાં બળતરા વિરોધી ગુણો હોય છે, જ્યારે ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે.

સામગ્રી

રીતઃ-  ચોકલેટમાંથી વેક્સ બનાવવા માટે સૌ પ્રથમ ત્રણેય ઘટકોને એક વાસણમાં સારી રીતે મિક્સ કરી લો.

આ પછી, મિશ્રણને ગરમ કરો અને તેને સારી રીતે મિક્સ કરો

. જ્યારે આ મિશ્રણ મીણ જેવું ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ઠંડુ કરો.

તે ઠંડું થઈ જાય પછી, આ મિશ્રણનો ઉપયોગ વેક્સિંગ માટે કરો.