Site icon Revoi.in

હવે એટીએમ માંથી નોટ ના બદલે નીકાળી શકશો સિક્કા .દેશના આટલા શહેરોમાં સેવા થશે શરૂ

Social Share

દિલ્હી- સામાન્ય રીતે આપણ ેએટીએમમાંથી નોટો નિકળતા હોઈએ છીએ જો કે હવે દેશના કેટલાક શહેરોમાં વોટોની જગ્યાએ સિક્કા નીકળવાની સુવિધઆઓ શરુ થવા જઈ રહી છે.એટલે કે એટીએમ મશીનમાં હવે એટીએમ કાર્ડ નાંખવાથી ચલણી નોટો નહી પણ સિક્કા પણ બહાર આવશે.

આજરોજ બુધવારે ત્રણ દિવસની આરબીઆઈ એમપીનહસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારાની જાહેરાત સાથે QR આધારિત સિક્કા વેન્ડિંગ મશીનોના પાયલોટ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી.

ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેંક QR આધારિત વેન્ડિંગ મશીનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. તેનો હેતુ સિક્કાની ઉપલબ્ધતા વધારવાનો છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક પ્રારંભિક તબક્કામાં દેશના 12 શહેરોમાં તેને શરૂ કરવા જઈ રહી છે.
જાણકારી પ્રમાણે QR કોડ આધારિત વેન્ડિંગ મશીનોનો ઉપયોગ UPI દ્વારા કરવામાં આવશે અને તેઓ નોટોને બદલે સિક્કાઓનું વિતરણ કરશે. જોકે, આ પાયલોટ પ્રોજેક્ટ માટે કયા 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે, તે અંગે કોઈ માહિતી હાલ શેર કરાઈ નથી.