Site icon Revoi.in

હવે પરાઠા ખાવા પર ચૂકવવો પડશે 18 ટકા જીએસટી, રોટલી અને પરાઠામાં ઘણો તફાવત ,શુ છે મામલો જાણો

Social Share

દિલ્હીઃ- હવે જો તમે રેડી ટૂ ઈટ પરાઠાનો આર્ડર કરી રહ્યા છો તો તમારે તેમાં પણ 18 ટકા જીએસટી લાગૂ પડે છે એટલે કે હવે રેડી ટુ કુક પરાઠા ખાવાના શોખીન લોકોને હવે આ માટે વધુ ખર્ચ કરવો પડશે. ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ  મુજબ, રોટલી અને પરાઠા વચ્ચે ઘણો તફાવત છે, તેથી રોટી પર 5 ટકા GST લાગશે, જ્યારે પરાઠા પર 18 ટકા જીેસટી લાગશે.

ભૂતકાળમાં પણ ફ્રોઝન રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ છે, તેથી તેના પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ.

જ્યારે આ બાબતે ડીલાલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે તે 8 પ્રકારના પરાઠા બનાવે છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મલબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા છે.

ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી કે ચપાતી પણ ખાઈ શકો છો, પરંતુ તેના વગર પરાઠા ખાઈ શકાતા  નથી, કારણ કે ઘી ચૂડી રોટી કે પરાઠા એક રીતે લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હીતમાં છે.

જાણકારી પ્રમાણે  નિર્ણય અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. તે જ સમયે, વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે પરાઠા પર ઉંચો જીએસટી લગાવો જોઈએ નહીં કારણ કે બંને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે.