Site icon Revoi.in

હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી,જેટ ફ્યુલમાં આવ્યો ઉછાળો

Social Share

દિલ્હી:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત 11મા દિવસે કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.જોકે, જેટ ફ્યુલની કિંમતમાં વધારો થયો છે.જેટ ફ્યુલની કિંમત 277 રૂપિયા વધીને 113202.33 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.16 એપ્રિલથી કોલકાતામાં નવા ભાવ 117753.60 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 117981.99 રૂપિયા પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં 116933.49 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.આ તેજી બાદ દેશમાં જેટ ફ્યુલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે એટીએફ એટલે કે એર ટર્બાઈન ફ્યુલના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી સ્થાનિક એરલાઈન્સ માટે રાજધાની દિલ્હીમાં ATFની કિંમત વધીને 1130.88 ડોલર પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. કોલકાતામાં આ કિંમત 1171.06 ડોલર પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 1127.36 ડોલર પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં 1126 ડોલર  પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

અગાઉ 1 એપ્રિલે જેટ ફ્યુલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુલ એટલે કે એટીએફની કિંમત 2 ટકા વધીને 112925 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી.પહેલા આ કિંમત 110666 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે જેટ ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે.