- કપડામાં કુદરતી રંગોની પ્રિન્ટ કરવાનો ટ્રેન્ડ
- ફુલો અને શાકભાજીના કલરનો થાય છે ઉપયોગ
આજકાલ કપડાની વાત કરીએ તો અવનવી પ્રિન્ડના કપડા માર્કેટમાં ુપલબ્ધ છે સામાન્ય રીતે કપડાની પ્રિન્ટ રંગોથી કરવામાં આવે છે જો કે હવે પ્રકૃતિ પ્રેમીઓએ આ માટે નવો માર્ગ આપનાવ્યો છે અને કપડા પર રિયલ કલરની પ્રિન્ટ કરાવી રહ્યા છે જેમ કે શાકભાજીના રંગોની પ્રિન્ટ, વનસ્પતિના પાંદડાની પ્રિન્ડ વગેરેનો ક્રેઝ વધ્યો છે.
કુદરતી રંગો થકી કપડાને રંગવાની કળા ખૂબ જ સુંદર છે, જો કે આ પ્રકારના કપડાની કિમંતો વધુ હોય છે કારણ કે તેમાં ખૂબ જ મહેનત લાગે છે અને સંપૂર્ણ હાથ વડે કામ થાય છે.જેને લઈને રિયલ કલરની પ્રિન્ડના ક્લોથવેર મોંધા પડે છે.
કુદરતી રંગોમાં શેનો થાય છે ઉપયોગ?
આ કુદરતી રંગો છે હળદર, ગુલાબ, બીટરૂટનો રસ, મેરીગોલ્ડના ફૂલો, પાંદડા, કોફી, ચાના પાંદડા વગેરે રંગો થકી કાપ પર ફૂલોની છાપણી કે ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. રંગો બનાવવા માટે ઘણા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ફેબ્રિક પર આ રંગોને ઠીક કરવા માટે, તેને ચાના પાંદડાના પાણીમાં પલાળવામાં આવે છે. જેના કારણે આ રંગો કપડા પર ચોંટી જાય છે અને ધોતી વખતે ઝાંખા પડતા નથી અથવા બહાર આવતા નથી.
કુદરતી કાપડ માત્ર પર્યાવરણ માટે જ શ્રેષ્ઠ નથી પણ તમારા અને આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. કેમિકલયુક્ત કે આવા કપડાં જે પ્રકૃતિને નુકસાન કરે છે તે આપણી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, કુદરતી સંસાધનોથી બનેલા કપડાં પણ આપણા શરીર માટે ખૂબ આરામદાયક અને ફાયદાકારક છે.