- ગંગાજલમાંથી વેક્સિન બનીને તૈયાર
- પરિક્ષણની મંજૂરી માંગતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ
દિલ્હીઃ- અલ્હાબાદ હાઈકોર્ટે ગંગાના પાણીમાંથી તૈયાર કરવામાં આવેલી કોરોનાની રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવાની અરજી પર ભારતીય તબીબી સંશોધન અને ભારત સરકારની નૈતિક સમિતિને નોટિસ પાઠવી છે. , ભારત સરકાર સહિત, તમામ વિપક્ષો પાસેથી ત્રણ અઠવાડિયાની અંદર આ બાબતે જવાબ આપવાની વિનંતી કરી.
આ આદેશ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમ.એન ભંડારી અને ન્યાયાધીશ રાજેન્દ્ર કુમારની બેંચે વરિષ્ઠ વકીલ અરૂણકુમાર ગુપ્તા દ્વારા દાખલ કરેલી પીઆઈએલ પર આ આદેશ આપ્યો છે. ગુપ્તાનું આ બાબતે કહેવું છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર ડો.વિજય નાથ મિશ્રાના નેતૃત્વ હેઠળ ડોકટરોની ટીમે ગંગાના પાણી પર સંશોધન કરીને નોઝલ સ્પ્રે રસી તૈયાર કરી છે, જે લોકોને માત્ર 30 રૂપિયામાં કોરોનાથી રાહત આપી શકે છે. છે.
આ રસીનો રિપોર્ટ તૈયાર કરીને એથિક્સ કમેટિને મોકલવામાં આવ્યો છે, આ સાથે જ ક્લિનિકલ પરિક્ષણની મંજૂરી માંગવામાં આવી છે,પરંતુ હજી સુધી કોી નિર્ણય લેવામાં આવ્યો નથી, બીએચયૂ ડોક્ટરનો દાવો છે કે વાયરો ફેજ થેરાપી કોરોનાનો ખાત્મો કરી શકે છે,અરજીમાં માંગ કરવામાં આવી છે કે આયુષ મંત્રાલય અને આઈસીએમઆરને બીએચયૂ ટીમની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવા માટેનો આદેશ જારી કરાવવો જોઇએ અને ગંગાના પાણીથી તૈયાર કરેલી રસીનું પૂનાની વાઇરોલોજી લેબમાં પરીક્ષણ કરાવવું જોઈએ.
અત્યાર સુધી ઉપલબ્ધ તમામ રસી વાયરસને નિષ્ક્રિય કરે છે, જ્યારે ગંગાના પાણીની રસી કોરોના નાબૂદ કરશે. બીએચયુ ડોકટરોની ટીમે ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી માટે આઇસીએમઆર અને આયુષ મંત્રાલયને સંશોધન દરખાસ્ત મોકલી છે. તેઓ દ્વારા કોઈ રુચી દાખવવામાં આવી નથી.