Site icon Revoi.in

બારડોલીથી લંડન પરત ફરી રહેલા NRI પરિવારને હાઈવે પર નડ્યો અકસ્માત, 4નાં મોત

Social Share

અમદાવાદ:  મુંબઈ-અમદાવાદ હાઈવે પર  ગત મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના બારડોલીના NRI પરિવારને અકસ્માત નડ્યો હતો. લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એનઆરઆઇને એરપોર્ટ ઉપર મુકવા જઇ રહેલી સ્કોડા કારને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4નાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના ટોળાં ઉમટ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગતો મળી છે કે, સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના ચારોટી જંકશન નજીક કાસા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં આવી ગયા હતા. કારમાં ત્રણ પુરુષો અને એક મહિલા સવાર હતા. તેમજ કારનો પણ કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાંથી ચાર લોકોના મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં બહાર કાઢવામા આવ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ચાર લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  બારડોલીથી લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એન.આર.આઇને એરપોર્ટ ઉપર મૂકવા જઇ રહેલી સ્કોડા કારને અગમ્ય સંજોગોમાં ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજતાં બારડોલીમાં ગમગીની છવાઈ હતી. સમાચારને પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો અકઠાં થઈ ગયા હતા. બારડોલીમાં પરિવારને મળવા માટે આવેલા NRI ઇબ્રાહિમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાનાં હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ સ્કોડા કારચાલક મહંમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. વહેલી પરોઢે 4 વાગ્યાના આસપાસના સમયે તેઓની સ્કોડા કાર અન્ય બસ સાથે અથડાતા કારમાં સવાર ચારે ચારનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. ચારેયના મોતના સમાચારના પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયનાં મોટી માત્રામાં ટોળાં ઊમટ્યાં હતાં.