Site icon Revoi.in

એન. એસ. વિશ્વનાથન એક વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે નિયુક્ત

Social Share

એન. એસ. વિશ્વનાથનને એક વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદેથી વિરલ આચાર્યે રાજીનામું આપ્યું હતું.

આના પહેલા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના કાર્યકાળના પૂર્ણ થવાના છ માસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તે મૌદ્રિક નીતિ વિભાગના પ્રભારી હતા. આરબીઆઈએ ગત માસના આખરમાં એક સંક્ષિપ્ત નિવેદન જાહેર કરતા કહ્યુ હતુ કે કેટલાક સપ્તાહ પહેલા વિરલ આચાર્યે આરબીઆઈને પત્ર લખીને સૂચિત કરી હતી કે અનિવાર્ય અંગત કારણોથી 23 જુલાઈ, 2019 બાદ તે ડેપ્યુટી ગવર્નરના પોતાના કાર્યકાળને ચાલુ રાખવામાં અસમર્થ છે.

અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનારા વિશ્વનાથન 2014માં આરબીઆઈના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષો સુધી અલગ-અલગ બેંકોના નિદેશક પદ પર કામ કરી ચુક્યા છે. તેની સાથે આઈએફસીઆઈ લિમિટેડના વિજિલન્સ વિભાગમાં ચીફ જનરલ મેનેજર પણ રહી ચુક્યા છે.