1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમાલપુરની ટિકિટ શાહનવાઝને ન અપાતા NSUIના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી
જમાલપુરની ટિકિટ શાહનવાઝને ન અપાતા NSUIના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી

જમાલપુરની ટિકિટ શાહનવાઝને ન અપાતા NSUIના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસમાં હજુ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને ગડમથલ ચાલી રહી છે. ઘણી બધી બેઠકો પર વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસમાં જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. બે દિવસ અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતા NSUI અને યુથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા છે. દરમિયાન આજે પાલડી સ્થિત કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે યુવાનોનું એક ટોળું ઘસી આવ્યુ હતું. સીડીઓની દિવાલ પર ભરતસિંહ સોલંકી વિરૂદ્ધ લખાણો લખ્યો હતા. ત્યારબાદ કાર્યાલયમાં ઘૂંસીને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલાં દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતા અને વિવિધ નેમ પ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામુહિક રીતે સળગાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં કેટલીક બેઠકો પર ટિકિટો ફાળવવાના મુદ્દે કકળાટ ચાલી રહ્યો છે. જેમાં શહેરની જમાલપુરની બેઠક પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. આ બેઠક પર કોંગ્રેસે તેના સીટિંગ ધારાસભ્ય સાબીર કાબલીવાલાને ટિકિટ આપતા વિરોધ ઊભો થયો છે. આ બેઠક પર એનએસયુઆઈના નેતા શાહનવાઝ શેખને ટિકિટ ન આપતા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના 10 નેતાઓએ રાજીનામાં આપી દીધા છે. દરમિયાન કેટલાક કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન જઈને સીડીઓની દિવાલ પર ભરતસિંહ સોલંકી વિરૂદ્ધ લખાણો લખ્યો હતા. ત્યારબાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલાં દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતા અને વિવિધ નેમ પ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામુહિક રીતે સળગાવી હતી.

કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે તે માટે NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પિયન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ 2 દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે.  યુવા નેતાઓની માંગણી છે કે મનહર પટેલ નારાજ થતાં બોટાદ બેઠક પર જાહેર કરેલા ઉમેદવારને બદલીને મનહર પટેલને મેન્ડેટ આપીને ભૂલ સુધારી છે, તે જ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code