Site icon Revoi.in

ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણ સામે પગલાં લેવા NSUIની રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ કરી

Social Share

રાજકોટઃ બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડને લઈને રાજ્યમાં દારૂબંધી અગે સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં માત્ર દારૂ જ નહીં પણ ડ્રગ્સનું સેવન પણ વધતું જાય છે. ત્યારે ગુજરાતના યુવાધનને  નશીલા પદાર્થના સેવનથી બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં સહી ઝુબેશ શરૂ કરી હતી. લઠ્ઠાકંડમાં ગૃહમંત્રીના રાજીનામાં માંગ સાથે કરાયેલ વિરોધ બાદ શુક્રવારે શાળા અને કોલેજ આસપાસ વ્હેંચાતા દારૂ ડ્રગ અને ગાંજા જેવા નશીલા પદાર્થ નાબૂદ કરવા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખની આગેવાનીમાં વિવિધ કોલેજ ખાતે સહી ઝુંબેશ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પણ સરકાર જાગૃત બની નથી. ગુજરાતમાં કોલેજોની નજીકના વિસ્તારમાં જ પેડલરો અને બુટલેગરો ડ્રગ ગાંજા તેમજ દારૂનું વહેચાણ કરી રહ્યા છે જેની સામે કડક કાર્યવાગી થવી જોઈએ પરંતુ તે થતી નથી માટે રાજકોટમાં અલગ અલગ યુનિવર્સીટી ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સહી સાથે સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની લગભગ તમામ યુનિવર્સિટીની નજીકના અંતરે ખુલ્લેઆમ દારૂ,ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થઈ રહયું છે. શું પ્રસાશન આ બધી વાતોથી અજાણ છે? ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓના માતાપિતા કાળી મજૂરી કરીને તેમના દીકરા દીકરીઓને કોલેજોમાં ભણવા મૂકે છે જેથી એમનું જીવન સુધરે પણ આવા બૂટલેગરો અને ડ્રગ્સ માફીયાઓના ખુલ્લેઆમ દારૂ ગાંજા, ડ્રગ્સના વેપારને કારણે વિદ્યાર્થીઓ ઊંધા રસ્તે ચડી રહ્યા છે. NSUI આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો થવા છતાં પ્રશાસન કોઈજ પ્રકારના પગલાં લેતું નથી. જો આગામી દિવસોમાં આ નશીલા પદાર્થનું વેચાણ બંધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં અનેક યુવાનો પોતાની જાન ગુમાવશે. NSUIની માંગ છે કે આ નસાખોરીને ડામવા આવા ડ્રગ માફિયાઓને જેલના હવાલે કરવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની વાત માત્ર કાગળ પર જ નહિ ખરા અર્થમાં સાબિત કરી બતાવે તે ખુબ જ જરૂરી છે.