મણિપુરની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં NSUIએ કેન્ડલમાર્ચ યોજીને કર્યો સૂત્રોચ્ચાર
અમદાવાદઃ મણિપુરમાં હિંસા અને મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. જે ઘટનાની નિંદા સમગ્ર દેશભરમાં કરવામાં આવી છે. મણિપુરની ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઇને સમગ્ર દેશમાં લોકોમાં રોષ છે. જેને લઇને અમદાવાદમાં NSUI દ્વારા વિરોધ સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. કેન્ડલ માર્ચ ગુજરાત યુનિવર્સિટીથી અમદાવાદ યુનિવર્સિટી સુધી યોજવામાં આવી હતી.
મણિપુરમાં મહિલા પર કરાયેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી અમદાવાદ યુનિવર્સિટી સુધી રેલી યોજવામાં આવી હતી. હાથમાં બેનર લઈને રેલી કાઢવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એનએસયુઆઈના વિદ્યાર્થીઓની કેન્ડલ માર્ચ અમદાવાદ યુનિવર્સિટી સુધી પૂરી થઈ હતી
આ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે મણિપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી છે. જે દેશના લોકો માટે ખૂબ જ દુઃખદ અને શરજનક ઘટના છે.ભાજપની સરકાર હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકારે ચૂપ છે, જેથી અમે વિરોધ કર્યો છે. આ ગુનામાં જે જવાબદારો છે, તેની સામે પણ પગલાં લેવા જોઈએ. અમે કેન્ડલ માર્ચ કાઢીને સરકારને ઢંઢોળવા માગીએ છીએ. ઘણા લાંભા સમયથી મણિપુર સળગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવા છતાંયે કોઈ પગલાં લેવાતા નથી. આથી એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી અમદાવાદ યુનિવર્સિટી સુધી કેન્ડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.