1. Home
  2. ગુજરાતી
  3. NTA એ રજૂ કર્યું નીટની પરિક્ષાનું શેડ્યૂએલ – 17 જુલાઈએ યોજાશે પરિક્ષા, પ્રથમ વખત ભારતના પાડોશી દેશમાં પણ હશે પરિક્ષા કેન્દ્ર
NTA એ રજૂ કર્યું નીટની પરિક્ષાનું શેડ્યૂએલ – 17 જુલાઈએ યોજાશે પરિક્ષા, પ્રથમ વખત ભારતના પાડોશી દેશમાં પણ હશે પરિક્ષા કેન્દ્ર

NTA એ રજૂ કર્યું નીટની પરિક્ષાનું શેડ્યૂએલ – 17 જુલાઈએ યોજાશે પરિક્ષા, પ્રથમ વખત ભારતના પાડોશી દેશમાં પણ હશે પરિક્ષા કેન્દ્ર

0
Social Share
  • નીટની પરિક્ષાની તારિખ જાહેર કરાઈ
  • 17 જુલાઈએ પરિક્ષા યોજાશે
  • પ્રથમ વયકત ભારતની બહાર 14 શહેરોમાં કેન્દ્રો હશે

દિલ્હીઃ- દેશભરમાં નીટની પરિક્ષાનું ઘમું મહ્તવ હોય છે હજારો લાખો વિદ્યાર્થીઓ આ પરિક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છએ ત્યારે હવે વર્ષ 2022માં લેવાનારી પરિક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આયોજન માટે શેડ્યૂલ બહાર પાડ્યું છે.

 મેડિકલ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ 2022 17 જુલાઈના રોજ લેવામાં આવશે. NEET 13 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે. NTA એ ઓનલાઈન અરજી વિન્ડો ખોલી છે. જેમાં ઉમેદવારો 6 મે સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. પ્રથમ વખત, NEET 2022 માટે પરીક્ષા કેન્દ્રો ભારતની બહારના દેશમાં 14 શહેરોમાં સ્થાપિત કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે NEET UG 2022 માટે, NTA દેશના વિવિધ શહેરોમાં 543 પરીક્ષા કેન્દ્રો સ્થાપશે. જ્યારે ભારતની બહાર યુએઈ, શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડ, કતાર, મલેશિયા, કુવૈત, નાઈજીરીયા, બહેરીન, ઓમાન, સાઉદી અરેબિયા, સિંગાપોરમાં ત્રણ પરીક્ષા કેન્દ્રો હશે.

જાણો ક્યા ભરવાનું રહેશએ પરિક્ષાનું ફોર્મ

NTAના વરિષ્ઠ નિર્દેશક ડૉ. સાધના પરાશરે બુધવારે મોડી સાંજે NEET UG 2022 શેડ્યૂલની સૂચના જારીલ કરી છે. NEET UG 2022 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની વિન્ડો NTA વેબસાઈટ પર ખોલવામાં આવી છે. ઉમેદવારો 6 મેના રોજ 11.50 વાગ્યા સુધી અને 7 મેના રોજ 11.50 વાગ્યા સુધી ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી શકશે. ફી ડેબિટ, ક્રેડિટ, નેટબેંકિંગ, UPI, Paytm દ્વારા જમા કરાવી શકાય છે.

કેટલી રહેશે પરિક્ષાની ફી જાણો

સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ માટે રૂ. 1600, સામાન્ય શ્રેણી-EWS અને OBC નોન-ક્રીમી લેયર વિદ્યાર્થીઓ માટે રૂ. 1500 અને SC, ST, અલગ-અલગ-વિકલાંગ અને તૃતીય લિંગના વિદ્યાર્થીઓ માટે રૂ. 900 હશે. તે જ સમયે, ભારતની બહાર 14 શહેરોના પરીક્ષા કેન્દ્રો માટે આ ફી 8500 રૂપિયા રાખવામાં આવી છે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code