1. Home
  2. ગુજરાતી
  3. NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો
NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો

NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો

0
Social Share

નવી દિલ્હીઃ 76,015 મેગાવોટની સ્થાપિત જૂથ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી એનટીપીસી લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે 24 મે, 2024ના રોજ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. એનટીપીસી ગ્રૂપે નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વીજ ઉત્પાદન 422 અબજ યુનિટ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2023માં 399 અબજ યુનિટ હતું, જે 6 ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024માં એનટીપીસીનું સ્ટેન્ડઅલોન ગ્રોસ જનરેશન 362 અબજ યુનિટ હતું, જે અગાઉના વર્ષની 344 અબજ યુનિટની સરખામણીએ 5 ટકા વધ્યું હતું.

નાણાકીય વર્ષ 2024 દરમિયાન એનટીપીસીના કોલસા સ્ટેશનોએ રાષ્ટ્રીય સરેરાશ 69.49 ટકા તુલનાએ 77.25 ટકા પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યું છે. સ્ટેન્ડઅલોન ધોરણે નાણાકીય વર્ષ 2024 માટે એનટીપીસીની કુલ આવક ₹ 1,65,707 કરોડ હતી, જે અગાઉના વર્ષની કુલ આવક ₹ 1,67,724 કરોડ હતી. નાણાકીય વર્ષ 24 માટે કરવેરા પછીનો નફો હતો ₹ 18,079 કરોડ રૂપિયા જેની સામે નાણાકીય વર્ષ 23માં ₹ 17,197 કરોડ રૂપિયા હતો, જે 5%નો વધારો દર્શાવે છે.

કોન્સોલિડેટેડ ધોરણે નાણાકીય વર્ષ 2024 માટે ગ્રૂપની કુલ આવક ₹ 1,81,166 કરોડ હતી, જે અગાઉના વર્ષની કુલ આવક ₹ 1,77,977 કરોડ હતી, જે 2 ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024 માટે જૂથનો કરવેરા પછીનો નફો હતો ₹ 21,332 કરોડ, જે અગાઉના વર્ષના પીએટી ₹ 17,121 કરોડ હતો જે 24.60 ટકાનો વધારો દર્શાવે છે.

નાણાકીય વર્ષ 24 માટે બોર્ડે આગામી વાર્ષિક સાધારણ સભામાં શેરધારકોની મંજૂરીને આધિન પ્રતિ ઇક્વિટી શેર ₹ 3.25 અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. નવેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2024ના મહિનામાં રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ 4.50 પ્રતિ ઇક્વિટી શેર વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન કુલ ડિવિડન્ડ ₹ 7.75 પ્રતિ ઈક્વિટી શેર હશે, જ્યારે ગત વર્ષે ₹ 7.25 પ્રતિ ઈક્વિટી શેર હતું. કંપની દ્વારા ડિવિડન્ડ ચુકવણીનું આ સતત 31મું વર્ષ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code