દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 26 હજારની નીચે – છેલ્લા 24 કલાકમાં 2 હજારથી ઓછા કેસ સામે આવ્યા
- કોરોનામાં મોટી રાહત
- સક્રિય કેસો 26 હજારથી પણ ઓછા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાયો છએ છએલ્લા 6 મહિના બાદ હવે કોરોનાના કેસોની સંખ્યા 2 હજારની અંદર આવી છે તો સાથે જ સક્રિય કેસો પણ ઘટતા જઈ રહ્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોરોનાના કુલ 1 હજાર 946 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ હવે સક્રિય કેસો ઘટ્યા છે અને હવે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 25 હજાર 968 થઈ ચૂકી છે જેના પરથી એ વાત કહેવી રહી કે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે.આ સાથે જ સમાન સમયગાળા દરમિયાન દેશમાંકોરોનામાં વધુ 10 લોકોના મોત થયા છે.
જો દેશમાં હાલ સક્રિય કેસો વિશે વાત કરીએ તો એ સંખ્યા હવે કુલ કેસના 0.06 ટકા થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 481 નો ઘટાડો થયો છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો દર વધીને 98.76 ટકા પર આવી ચૂક્યો છે.
આરોગ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે જોવા જઈએ તો હવે દેશમાં દૈનિક કોરોનાનો સંક્રમણ દર 0.75 ટકા થઈ ચૂક્યો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 1.01 ટકા જોવા મળે છે. જ્યારે કોરોનાનો મૃત્યુદર 1.19 ટકા છે.