દેશમાં આતંરારાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા 30 – આવનારા 5 વર્ષોમાં 200થી વધુ એરપોર્ટ બનાવાની કેન્દ્રની યોજના
- સરકાકની યોજના વધુ 220 એરપોર્ટ બનાવાની
- દેશમાં 30 જેટલા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ
દિલ્હીઃ- જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારની સત્તા આવી છે ત્યારથી ભારત દેશની સતત પ્રગતિ થઈ રહી છે, વિદેશ સાથેના સંબંધો હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારનું આગળ વધવાની વાત હોય કે પછી અનેક સમિટિની અધ્યક્ષતા કરવાની હોય સતત દેશ વિકસી રહ્યો છે ત્યારે દેશમાં હવે એરપોર્ટની સુવિધાનો પણ વિસ્તાર થયો છે છેલ્લા 7 વર્નીષ જો વાત કરીએ તો દેશમાં 6 આતંરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થયું છે જેનાથી લોકોની યાત્રા સરળ બની છે.
આ સાથે જ હવે દિશામાં વધુ એરપોર્ટ નાવાની યોજનાઓ કરવામાં આવી રહી છએ હલા આપણા દેશમાં 30 જેટલા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ જોવા મળે છે ત્યારે હજી આવનારા 5 વર્ષના રાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ વધશે અક અંદાજા પ્રમાણે 200થી વધુ એરપોર્ટ વિકસાવવામાં આવશે.
વર્ષ 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. પહેલા તેમની સંખ્યા 74 હતી જે હવે વધીને 140 થી વધુ થઈ ગઈ છે. તે છેલ્લા સાત વર્ષમાં, 6 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
સાત વર્ષમાં કેન્દ્ર સરકારે 6 નવા એરપોર્ટ બનાવ્યા છે અને તેમને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી વીકે સિંહે વિતેલા દિવસને, ગુરુવારના રોજ લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સાથે જ તેમણે કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં 220 એરપોર્ટ બનાવવાની યોજના ધરાવીએ છીએ.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ છેલ્લા સાત વર્ષમાં દેશમાં 6 નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોદી સરકાર સત્તામાં આવી તે પહેલા ભારતમાં 24 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા. હવે તેમની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે આ 6 નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ગ્રીનફિલ્ડ તેમજ હાલના એરપોર્ટનો સમાવેશ થાય છે.