Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા વધી 34 મિલિયન ઉપર પહોંચી

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ તાલિબાનોએ સત્તા સંભાળી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં પ્રજા ખાદ્ય ચીજવસ્તુઓના સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન અફઘાનિસ્થાનમાં 34 મિલિયનથી વધારે જનતા ગરીબીમાં જીવતી હોવાનું સામે આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા લગભગ બમણી થઈને 34 મિલિયન થઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ 2022 માટેના આંકડાઓનો નવો અંદાજ બહાર પાડ્યો હતો, જેમાં 34 મિલિયન અફઘાન ગરીબી રેખા નીચે જીવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા લગભગ બમણી થઈને 34 મિલિયન થઈ ગઈ છે.

યુએન નેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2021 માં યુએસ સમર્થિત સરકારના પતન પછી, અફઘાનિસ્તાનમાં મોટી વિદેશી સબસિડી સ્થિર કરવામાં આવી હતી અને સહાય કાર્યક્રમોમાં નાટકીય રીતે કાપ મૂકવામાં આવ્યો હતો. ઘણા દેશોએ કાબુલમાં તાલિબાન અધિકારીઓ સાથે વ્યવહાર કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધમાં સુધારો થયો છે. જેથી ભારત અફઘાનિસ્તાનને ઘઉં સહિતની જીવન જરુરી ચીજવસ્તુઓ અને દવા સહિતની મદદ પુરી પાડી રહ્યું છે. આ ઉપરાંત ભારત અફઘાનિસ્તાનમાં અનેક પ્રોજેક્ટ ઉપર પણ કામ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના તાલિબાની શાસકો પણ પોતાની જનતાના વિકાસ માટે આતંકવાદને પ્રોત્સાહિત કરતા પાકિસ્તાનને સમર્થન કરવાને બદલે ભારત સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. ભારતે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ પોતાના પ્રોજેક્ટ અટકવા દીધા નથી.