- ગેસ અને અપચાની સમસ્યામાં જાયફળ લાભકારી
- અનેક બિમારીનો ઈલાજ છે જાયફળ
ભારત દેશની સંસ્કૃતિમાં તેજાનાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.તેજાનામાં ઘણા ઔષઘિ ગુણો સમાયેલા છે, તેજાનામાં લવિંગ,મરી.તજથી લઈને જાયફળ પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે, જાળફળ એક તેનાજાનો છે તેને વૈજ્ઞાનિક મિરીસ્ટિકા ફેગરેન્સ પણ કહેવામાં આવે છે, તેની સુંગધ ખૂબ સારી ગણવામાં આવે છે,આરોગ્ય માટે જાયફળ જુદી જુદી રીતે કામમાં લાગે છે, અનેક બિમારીમાં જાયફળ ઉપયોગી સાબિત થાય છે, તો ચાલો જાણીએ જાયફળના ઉપયોગો અને તેના ફાયદાઓ
જાણો જાયફળના સેવન કરવાથી થતા ફાયદા
- સામાન્ય રીતે જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેવા લોકો માટે જાયફળ ખૂબજ ઉપયોગિ સાબિત થાય છે,જો ઉંઘ ન આવતી હોય તો જાયફળનિું સેવન કરવાથી સારી ઉંધ આવે છે.રાતે સુતા વખતે દૂધમાં બે ટપટી જાયફળનો પાવડર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે.
- પેટની સમસ્યામાં પણ જાયફળ ફઆયદાકારક સાબિત થાય છે જાય.ફળના પાવડરનું સેવન કરવાથી ડાયેરીયા તેમજ એસીડિટીની સમસ્યામાંથી છૂટકારો મળે છે, આ સાથે જ પાંચન શક્તિ પણ મજબૂત બને છે.
- જાયફળના સેવનથી ભૂખ લાગે છે અને પાચંચરસમાં પણ વૃદ્ધી થાય છે,જેને ભૂખ ન લાગતી હો. તેના માટે જાયફળ ખૂબ ઉપયોગી છે,.
- જ્યારે ગેસના કારણએ ઉબકા થતા હોય અથવા તો વોમિટ આવતી હોય ત્યારે મોઢામાં જાયફળનો પાવડર રાખવો તેનાથી આ સમસ્યામાં છૂટકારો મળે છે.
- માથામાં તથા કમરમાં જ્યારે અસહ્ય જુખાવો થતો હોય ત્યારે જાયફળને ધલીને તેને લગાડવાથી દુખાવામાં રાહત થાય છે.
- જે લોકોને હાર્ટને લગતી કોઈ પમ સમસ્યા હોય તે લોકોએ જાયફળના પાવડરને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી ઘણી રાહત થાય છે