કર્ણાટકમાં 18 મે ના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીની રહેશે ઉપસ્થિતિ
- કર્ણાટકમાં 18 મે એ યોજાશે શપથ ગ્રહણ સમારોહ
- સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી પણ હાજર રહી શકે છે
બેંગલુરુઃ-કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગઈકાલે પરિણામ જાહેર થયું જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થી હતી ,જ્યારથઈ કોંગ્રેસ જીતી છે ત્યારથી મુખ્યમંત્રી પદની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ પદને લઈને અનેક અટકળો સામે આવી રહી છે ત્યારે હવે શપથગ્રહણ સમારોહને લઈને એક મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ 18 મેના રોજ થશે.
આ બાબતને લઈને સુત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.
આ સાથે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને આમંત્રણ મોકલવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધી પરિવાર અને રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. કોંગ્રેસે તમામ સમાન વિચારધારા ધરાવતા પક્ષોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ મોકલ્યું છે.
જો કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની ચૂંટણીનો છે. પાર્ટીના નિવેદન અનુસાર, કર્ણાટકમાં આગામી સીએમ કોણ હશે તેનો નિર્ણય સુપરવાઈઝર તમામ ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ લેવામાં આવશે.હાલ મુખ્યમંત્રી પદને લઈને હજી કોઈ માહિતી સામે આવી નથી તેને લઈને હજી મુંઝવણ શરુ જ છે.કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં સીએમના નામ પર મહોર મારી શકે છે.