Site icon Revoi.in

રક્ષાબંધનનો પ્રસંગ: ભાઈની રાશિ પ્રમાણે પસંદ કરો રાખડીનો રંગ

Social Share

રક્ષાબંધનનો તહેવાર કે જે દિવસ પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આતુર રહેતી હોય છે, બીજી તરફ ભાઈ પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આતુર રહે છે તે દિવસને વધારે યાદગાર પણ બનાવી શકાય છે. દરેક બહેન હંમેશા પોતાના ભાઈનું સારુ જ વિચારતી હોય છે તો આ વખતે તેઓ પોતાના ભાઈ માટે તેની રાશિને ધ્યાનમાં રાખીને પણ રાખડી ખરીદી શકે છે.

જો આ વિશે વધારે વાત કરવામાં આવે તો વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આવી સ્થિતિમાં બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ.

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આવી સ્થિતિમાં બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. જ્યોતિષની માન્યતા અનુસાર સિંહ રાશિના લોકોએ લાલ કે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. બુધને કન્યા રાશિનો શાસક ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ બહેન તેના ભાઈના કાંડા પર ઘેરા લીલા રંગની રાખડી બાંધે તો તેના દ્વારા ભાઈના તમામ અધૂરા કામ પૂર્ણ થાય છે.

શનિ કુંભ રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર ઘેરા જાંબલી રંગની રાખડી બાંધવી જોઈએ. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. તેથી આ રાશિના ભાઈઓના કાંડા પર લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. તે ભાઈ અને બહેન બંનેની બુદ્ધિમત્તા સુધારવામાં પણ મદદરૂપ થશે. શનિ મકર રાશિનો સ્વામી છે. તેથી બહેનોએ તેમના ભાઈના કાંડા પર વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ સાથે ભગવાનની કૃપા હંમેશા તમારા ભાઈ પર બની રહે છે.

ઉલ્લેખનીય છે કે આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેના પર દાવો કરવામાં આવતો નથી અને તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.