Site icon Revoi.in

વન ડે વર્લ્ડ કપનું શેડ્યૂઅલ બદલાયું –  ICC એ આ માટેની નવી તારીખોની જાહેરાત કરી

Social Share

દિલ્હીઃ- ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એ ઓડીઆઈ વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC દ્વારા 27 જૂને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

અગાઉના શેડ્યૂલ મુજબ, 15 ઓક્ટોબર, ભારત-પાકિસ્તાન મેચનો દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ હોત. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓએ BCCIને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી હતી.
આ સલાહ બાદ આઈસીસી અને બીસીસીઆઈએ પીસીબી સાથે પાકિસ્તાન ટીમની બે ગ્રુપ મેચોની તારીખમાં ફેરફાર અંગે વાત કરી હતી. પાકિસ્તાન આ માટે રાજી થઈ ગયું અને હવે આ મહાન મેચ 14 ઓક્ટોબરે રમાશે.

પ્રાપ્ત વિગત અનુસારા આઈસીસી એ આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલીક મેચોની તારીખો બદલાઈ ગઈ છે. પ્રથમ હરિફાઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાષે.. આ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે

બીજી તરફભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. કુલ નવ મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ હવે 15 ઓક્ટોબરે નહીં પરંતુ 14 ઓક્ટોબરે રમાશે.