સેના દિવસ – ઓડિશાના કલાકારે ભારતીય સેનાનાં જવાનોને શ્રંધ્ધાજલિ આપવા માચીસની સળીમાંથી આર્મી ટેન્કનું એક મોડેલ બનાવ્યું
- ρઓડિશાના કલાકારે અનોખી રીતે સેનાના વીરોને આપી શ્રંધ્ધાજલિ
- માચીનની હજારો સળીોમાંથી બનાવ્યું ટેંક
દિલ્હીઃ-સેના દિવસ નિમિત્તે ઓડીશાના એક કલાકારે શુક્રવારે 2 હજાર 256 માચીસની સળીઓમાંથી ભારતીય સેનાની ટેંકનું એક મોડેલ તૈયાર કર્યું છે,કલાકારને તેને બનાવવા માટે છ દિવસનો સમય લાગ્યો હતો. તેમનું કહેવું છે કે આ દ્વારા તેમણે ભારતીય સેનાના વીરોને શ્રદ્ધાંજલિ આપી છે.
મીડિયા સાથેની વાતચીતમાં ઓડિશાના કલાકાર શાશ્વત રંજન સાહુએ કહ્યું હતું કે ‘મેં આર્મી ડેના પ્રસંગને ધ્યાનમાં રાખીને 2,256 મેચસ્ટિક્સનો ઉપયોગ કરીને ભારતીય આર્મી ટેન્કનું એક મોડેલ બનાવ્યું છે. આ મોડેલની લંબાઈ 9 ઇંચ અને પહોળાઈ 8 ઇંચ છે, તેને બનાવવામાં મને 6 દિવસનો સમય લાગ્યો.
સાહુએ કહ્યું, મેં રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપનારા આપણા વાસ્તવિક વીરોને શ્રદ્ધાંજલિ આપવા આ ટેંક બનાવી છે. આ મોડેલ બનાવીને, હું મારા વતી ભારતીય સૈન્યને શ્રદ્ધાંજલિ આપું છું.
15 જાન્યુઆરી 1949 ના રોજ, ભારતીય સેના બ્રિટીશ આર્મીથી સંપૂર્ણ મુક્ત થઈ ગઈ હતી. આ દિવસે પણ જનરલ કે.એમ. કારિઅપ્પાને ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા હતા. આ રીતે લેફ્ટનન્ટ કેરિઆપ્પા લોકશાહી ભારતના પ્રથમ સૈન્ય વડા બન્યા. કેએમ કારિઅપ્પા ‘કીપ્પર’ નામથી ખૂબ પ્રખ્યાત હતા.
સાહિન-