દિલ્હીઃ પીએમ મોદીના કાર્યોના વખાણ વિદેશમાંમ પણ થી રહ્યા છએ ત્યારે દેશના નેતાઓ પણ પીએમ મોદીના નેતૃત્તવના વખાણ ખરતા થાકી રહ્યા નથી ત્યારે હવે ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીએમ મોદીની પ્રસંશા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી પટનાયક અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે પીેમ મોદીની સરહાના કરતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે કામ કરી રહ્યા છે.
ઓડિશાના સીએમ એ આ વાત ત્મુયાર કરી કે જ્યારે તેઓ એક મીડિયા જૂથ દ્વારા આયોજિત ઓડિશા લિટરરી ફેસ્ટિવલના ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા હતા. મોદી સરકારને 10માંથી 8 રેટિંગ આપતા પટનાયકે કેન્દ્રની વિદેશ નીતિ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે વિદેશ નીતિ અને અન્ય ઘણી બાબતોમાં જે કર્યું છે તેના કારણે હું તેને 10માંથી 8 રેટિંગ આપું છું.
એટલું જ નહી તેમણે બીજેપી સરકારની પ્રસંશા તરતા કહ્રયું કે બીજેપીના કાર્કાયકાળ દરમિયાન દેશમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે. મહિલા આરક્ષણ બિલ સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. મારી પાર્ટીએ હંમેશા મહિલા સશક્તિકરણને સમર્થન આપ્યું છે. મારા પિતા એ સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખી હતી, અને મેં તેને વધારીને 50 ટકા કરી. પટનાયકની પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 33 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી.
આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતુ કે એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપો બીજેડી પ્રમુખે પણ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, અમે હંમેશા તેનું સ્વાગત કર્યું છે અને અમે તેના માટે તૈયાર છીએ.
કેન્દ્ર સાથે તેમની સરકારના સંબંધો અંગેના એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, કેન્દ્ર સાથે અમારા સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સ્વાભાવિક રીતે જ આપણે આપણા રાજ્યનો વિકાસ ઈચ્છીએ છીએ અને વિકાસમાં કેન્દ્ર સરકારની ભાગીદારી હોવી જરૂરી છે. રાજકારણ ગંદુ ન હોવું જોઈએ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજકારણ ગંદુ ન હોવું જોઈએ કારણ કે તે લોકોની સેવા કરવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ બની શકે છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશમાં તપાસ એજન્સીઓ દ્રાર સતત ભર્ષ્ટાચાર સામે કડક વલમ અપનાવઈ રહ્યું છે .